સાબરકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળામાં એક બાળ એક ઝાડ અભિયાન

અટલ સમાચાર, હિમ્મતનગર વિશ્વ પ્રદૂષણના ભરણામાં ઘેરાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં દરેક સ્થળે વૃક્ષ વાવેતર અતિ આવશ્યક બની ગયું છે. ભણતરથી જ આ બાબતને ગળે ઉતારવા સાબરકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળામાં નવતર અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જેમાં એકબાળ એક ઝાડના ભાગરૃપે દરેક બાળકને વૃક્ષ વાવેતરકરવા પ્રોત્સાહન પુરુ પાડવામાં આવી રહ્યું છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાની
 
સાબરકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળામાં એક બાળ એક ઝાડ અભિયાન

અટલ સમાચાર, હિમ્મતનગર

વિશ્વ પ્રદૂષણના ભરણામાં ઘેરાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં દરેક સ્થળે વૃક્ષ વાવેતર અતિ આવશ્યક બની ગયું છે. ભણતરથી જ આ બાબતને ગળે ઉતારવા સાબરકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળામાં નવતર અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જેમાં એકબાળ એક ઝાડના ભાગરૃપે દરેક બાળકને વૃક્ષ વાવેતરકરવા પ્રોત્સાહન પુરુ પાડવામાં આવી રહ્યું છે.

સાબરકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળામાં એક બાળ એક ઝાડ અભિયાનસાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાની લીલાવંટા પ્રાથમિક શાળામાં પર્યાવરણને અનુકૂળ નવતર અભિયાન શરુ કરવામાં આવ્યું છે. શિક્ષકોએ ભેગા મળી પર્યાવરણ બચાવવાના અભિયાનને એક બાળ એક ઝાડના નામથી નવાજી પંથકની 161 પ્રાથમિક શાળાઓને અભિયાનમાં જોડી દીધી છે.

જેમાં બાળકદિઠ વૃક્ષ ઉછેર કરી તમામ બાળકો પર્યાવરણ બચાવવાના અભિયાનમાં ભાગીદાર બને તે રીતનું આયોજન ગોઠવવામાં આવ્યું છે. જેમાં અત્યારસુધી હજારોની સંખ્યામાં વૃક્ષ વાવેતર કરાયા છે. કેટલીક શાળાઓએ શાળામાં જ નર્સરી બનાવી પ્લાસ્ટીકની કોથળીઓમાં લીંબોડી વાવી લીંબડાના છોડ બનાવી વાવણી કરી. આ સાથે બાળકોના જન્મદિવસે વૃક્ષ ઉછેરી હરિયાળી લાવવાનો નવતર અભિગમ મુક્યો છે.

પ્રાથમિક શાળાની આ પ્રવૃત્તિને જિલ્લા પ્રાથમિક શિક્ષણ આલમ દ્વારા નવાજવામાં આવી રહી છે.