shankheshwar
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, શંખેશ્વર

એન.એમ.શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ શંખેશ્વરના મહાત્મા ગાંધી વિચાર ફોરમ દ્વારા મહાત્મા ગાંધીના 71મા નિર્વાણદિન નિમિત્તે ર્ડા.રાજેશ ત્રિવેદી લિખિત ‘હે રામ’ એકાંકી નાટક ભજવાયું જેનું દિગ્દર્શન ર્ડા.મુકેશપુરી સ્વામી, ર્ડા.મુળજીભાઈ પટેલ, ર્ડા.કુંજલબેન ત્રિવેદી તથા પ્રા.ધવલકુમાર જોષીએ કર્યું હતું. જેમાં કુલ 23 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ગાંધીજીનું પાત્ર ઠાકોર કરમસિંહે, સરદાર વલ્લભભાઈનું જાલીસણીયા મનજો, મહાદેવભાઈ દેસાઈનુ ઠાકોર રવિ, મનુબેન ગાંધીનુ ચાવડા મંજુલા, સરોજિની નાયડુનુ ગોસ્વામી મૈત્રી, નથુરામ ગોડસેનુ સલિયા ભૂમિક, કિશનસિંહચાવડાનુ ઠાકોર કિશોરે ભજવ્યું હતું.

પાત્રોમાં વાલ્મિકી અજીત, ગોસ્વામી હાર્દિક, દરજી હિરલ વગેરેએ ભૂમિકા ભજવી હતી. ઉદ્ઘો,ક તરીકે સહદેવ ઝાલાએ ભૂમિકા ભજવી હતી. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ર્ડા.રાજેશ ત્રિવેદીએ આજના યુવાનોમાં મહાત્મા ગાંધીના વિચારો પ્રસરે તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. સાથે-સાતે ગાંધીમૂલ્યો પ્રેરિત સાહિત્યની પણ ચર્ચા કરી હતી. કોલેજના સંચાલક નવીનભાઈ ભોજક તથા અશ્વિનભાઈ રાવલે ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઈનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન ર્ડા.મુકેશપુરી સ્વામી તથા આભારવિધિ મૂળજીભાઈએ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code