એલાન@સાંતલપુર: રોડની પ્રાથમિક સુવિધાથી વંચિત ગ્રામજનો ત્રાહીમામ્, ચૂંટણી બહિષ્કારની નોબત

અટલ સમાચાર ડોટ કોમ, સાંતલપુર સાંતલપુર તાલુકાના ગ્રામજનોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બહિષ્કારનું એલાન કરતાં હડકંપ મચી ગયો છે. ગામમાં આઝાદી બાદ પણ રોડની પ્રાથમિક સુવિધા ન હોવાનો આક્ષેપ કરી ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગામમાં રોડ બનાવવાને લઇ અગાઉ રજૂઆતો કર્યા બાદ પણ નક્કર પરિણામ નહીં આવતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના
 
એલાન@સાંતલપુર: રોડની પ્રાથમિક સુવિધાથી વંચિત ગ્રામજનો ત્રાહીમામ્, ચૂંટણી બહિષ્કારની નોબત

અટલ સમાચાર ડોટ કોમ, સાંતલપુર

સાંતલપુર તાલુકાના ગ્રામજનોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બહિષ્કારનું એલાન કરતાં હડકંપ મચી ગયો છે. ગામમાં આઝાદી બાદ પણ રોડની પ્રાથમિક સુવિધા ન હોવાનો આક્ષેપ કરી ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગામમાં રોડ બનાવવાને લઇ અગાઉ રજૂઆતો કર્યા બાદ પણ નક્કર પરિણામ નહીં આવતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યાનુંસાર ચૂંટણી ટાંણે આ વખતે કોઇ નેતાઓએ ગામમાં આવવા દેવામાં નહીં આવે. આ તરફ બહેનોએ નીતિન પટેલ હાય-હાયના નારા લગાવ્યાં હોવાનું પણ વીડિયોમાં દેખાઇ રહ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના ગોખાતર ગામડી ગામે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. છેક આઝાદીકાળથી ગામમાં પાકો રોડ ન હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ આ વર્ષે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. અગાઉ ધારાસભ્ય સહિતનાને રજૂઆતો કર્યા બાદ પણ સ્થિતિ જૈસે થે તેવી રહેતાં ગ્રામજનો અકળાયા છે. ગોખાતર ગામડીના લોકોને બહારગામ જવા માટે પણ 5 કિલોમીટર જેટલું ચાલીને જવુ પડતું હોવાનુ પણ સામે આવી છે. જેને લઇ ગ્રામજનોએ નક્કી કર્યુ છે કે, જ્યાં સુધી રોડ નહીં ત્યાં સુધી મતદાન નહીં કરવામાં આવે.

એલાન@સાંતલપુર: રોડની પ્રાથમિક સુવિધાથી વંચિત ગ્રામજનો ત્રાહીમામ્, ચૂંટણી બહિષ્કારની નોબત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આઝાદીકાળથી ડામરનો પાકો રોડ ન હોવાના આક્ષેપોને લઇ ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરતાં આગામી દિવસોએ મામલો ગરમાઇ શકે છે. આગામી સમયે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ ગ્રામજનોએ મોટી કવાયત કરતાં હડકંપ મચી ગયો છે. ગ્રામજનોની એક જ માંગ છે કે, ગામમાં પાકો ડામરનો રોડ બનાવવામાં આવે. જ્યાં સુધી રોડ નહીં બને ત્યાં સુધી તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવુ ગ્રામજનોએ ઉમેર્યુ હતુ.

ગામના નાથીબેને જણાવ્યું હતુ કે, પાકો રોડ ન હોવાથી ખાનગી વાહનો પણ આવતાં નથી. અમારે દવાખાને જવું હોય તો પણ ભારે મુશ્કેલી સર્જાય છે. મારા દીકરાને પણ એટેક આવ્યા બાદ અડધો કલાક સુધી સાધન ન મળતાં તેનું મોત થયુ હતુ. ગામમાં મહિલાની ડીલીવરીનો પ્રસંગ હોય તો પણ બહુ મુશ્કેલી ઉભી થાય છે. ગામમાં સારો રસ્તો ન હોઇ અમારે ચાલીને જવુ પડે છે.

એલાન@સાંતલપુર: રોડની પ્રાથમિક સુવિધાથી વંચિત ગ્રામજનો ત્રાહીમામ્, ચૂંટણી બહિષ્કારની નોબત

આ તરફ ગામના રાયસંગભાઇએ જણાવ્યું હતુ કે, અમારા ગામમાં રોડ નથી જેથી કોઇ કામ હોય તો ચાલતાં જવુ પડે છે. અમે અગાઉ કેટલીય વાર અરજીઓ આપી છતાં હજી સુધી ગામમાં રોડ બન્યો નથી. જેને લઇ ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચૂંટણી આવે ત્યારે માત્ર વાયદાઓ આપવામાં આવે છે કે, બનાવી દઇશું પણ હજી સુધી રોડ નહીં બનતાં ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગામના વિરમભાઇએ જણાવ્યું હતુ કે, અમારા ગામમાં છેલ્લાં 60થી 70 વર્ષથી સારો રસ્તો નથી. અગાઉ સાહેબોએ રૂબરૂ મુલાકાત લીધા બાદ 2 થી 3 મહિનામાં રોડ બનાવી આપવાની વાત કરી હતી. જોકે હજી સુધી ગામમાં રસ્તો નહીં બનતાં ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમારી રોડની માંગણી જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી અમે મતદાનો બહિષ્કાર કરીએ છીએ.