ELECTION 2019: લોકસભા ચૂંટણીની જાહેરાત કયારે થઇ શકે ? જાણો વધુ

અટલ સમાચાર,ડેસ્ક લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહયા છે. અને 6 માર્ચ પછી ગમે ત્યારે લોકસભા ચૂંટણી જાહેર થઈ શકે તેવી શક્યતા હોવાથી વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના તમામ સરકારી કાર્યક્રમો કેન્સલ કરાયા છે. મહત્વનું છે કે,સંભાવના એવી છે કે 7 માર્ચે જ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને
 
ELECTION 2019: લોકસભા ચૂંટણીની જાહેરાત કયારે થઇ શકે ? જાણો વધુ

અટલ સમાચાર,ડેસ્ક

લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહયા છે. અને 6 માર્ચ પછી ગમે ત્યારે લોકસભા ચૂંટણી જાહેર થઈ શકે તેવી શક્યતા હોવાથી વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના તમામ સરકારી કાર્યક્રમો કેન્સલ કરાયા છે. મહત્વનું છે કે,સંભાવના એવી છે કે 7 માર્ચે જ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના 6 માર્ચ પછીનાં તમામ સરકારી કાર્યક્રમો સ્થગિત કરાયા છે. જેના પરથી ચર્ચાઈ રહ્યું છે કે, 6 માર્ચ બાદ લોકસભા ચૂંટણી જાહેર થશે.

લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં મે મહિનાનાં પ્રથમ સપ્તાહમાં મતદાન યોજાઈ શકે છે. 7 કે 8 માર્ચના રોજ લોકસભા ચૂંટણીની જાહેરાત થાય તેવી પૂરી શક્યતા છે. વડાપ્રધાન હાલ બે દિવસના ગુજરાતના પ્રવાસ તથા બપોર બાદ ઈન્દોરના પ્રવાસે છે. ત્યારે તેમના પ્રવાસ બાદ આ જાહેરાત થાય તેવી સંભાવાના છે. આ શક્યતાને પગલે 6 માર્ચના રોજ મહાત્મા મંદિરમાં યોજનાર પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓનો સામૂહિક ગૃહ પ્રવેશ તથા અન્ય સરકારી કાર્યક્રમો પણ સ્થગિત કરી દેવાયા છે.