ચુટણીઃ ઉમેદવારી પત્રો ભરવા આવનાર ઉમેદવાર વધુમાં વધુ 3 વાહનો સાથે રાખી શકશે

અટલ સમાચાર,પાલનપુર લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં સદરહુ ચૂંટણી માટે મતદાન તા.૨૩-૦૪-૨૦૧૯ના રોજ યોજાનાર છે. અને મતગણતરી તા.૨૩-૦૫-૨૦૧૯ ના રોજ હાથ ધરાનાર છે. તેમજ આ ચૂંટણીની તમામ પ્રક્રિયા તા.૨૭-૦૫-૨૦૧૯ ના રોજ પુરી થનાર છે. ચૂંટણી દરમિયાન ઉમેદવારી પત્રો ભરવા માટે ઉમેદવારો મોટી સંખ્યામાં ટેકેદારો તથા વાહનો સાથે આવતા હોય છે. જેના કારણે ચૂંટણી અધિકારીઓની
 
ચુટણીઃ ઉમેદવારી પત્રો ભરવા આવનાર ઉમેદવાર વધુમાં વધુ 3 વાહનો સાથે રાખી શકશે

અટલ સમાચાર,પાલનપુર

લોકસભાની સામાન્‍ય ચૂંટણી-૨૦૧૯ અન્‍વયે બનાસકાંઠા જિલ્‍લામાં સદરહુ ચૂંટણી માટે મતદાન તા.૨૩-૦૪-૨૦૧૯ના રોજ યોજાનાર છે. અને મતગણતરી તા.૨૩-૦૫-૨૦૧૯ ના રોજ હાથ ધરાનાર છે. તેમજ આ ચૂંટણીની તમામ પ્રક્રિયા તા.૨૭-૦૫-૨૦૧૯ ના રોજ પુરી થનાર છે. ચૂંટણી દરમિયાન ઉમેદવારી પત્રો ભરવા માટે ઉમેદવારો મોટી સંખ્‍યામાં ટેકેદારો તથા વાહનો સાથે આવતા હોય છે. જેના કારણે ચૂંટણી અધિકારીઓની કચેરીમાં તેમજ કમ્‍પાઉન્‍ડમાં અવ્‍યવસ્‍થા ઉભી થાય છે. આવી પરિસ્‍થિતી નિવારવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા આ અંગે કરેલ અધતન સુચના મુજબ કેટલાક નિયંત્રણો મુકવા જરૂરી જણાય છે.

આથી સંદીપ જે. સાગલે (આઇ.એ.એસ.) જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, બનાસકાંઠા-પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂએ જાહેરનામુ પ્રસિધ્‍ધ કરી સદરહું ચૂંટણી સંદર્ભે ઉમેદવારી પત્રો ભરવા આવનાર ઉમેદવાર ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં વધુમાં વધુ 3 વાહનો સાથે રાખી પ્રવેશી શકશે. ઉમેદવારીપત્ર ભરતી વખતે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં વધુમાં વધુ પાંચ વ્‍યકિતઓ (ઉમેદવાર સહિત) પ્રવેશી શકશે.