ચૂંટણી@દેશ: ફરી મતદાન વચ્ચે થઈ બબાલ, બે પક્ષોની લડાઈમાં 1નું મોત, 5ની ધરપકડ

 
ચૂંટણી
પોલીસ દ્વારા ભાજપના 5 કાર્યકરોની ધરપકડ કરી લેવામાં આવી હતી.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા બે અલગ-અલગ ઘટનાઓએ ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. કારણ કે છઠ્ઠા તબક્કાના મતદાનના થોડા કલાકો પહેલા પૂર્વ મિદનાપુરમાં TMC કાર્યકરની હત્યા કરવામાં આવી હતી અને અન્ય એક TMC કાર્યકર ગંભીર રીતે ઘાયલ થયો હતો. પ્રથમ ઘટના પૂર્વ મિદનાપુરના મહિષાદલની છે, જ્યાં ચૂંટણીની અદાવતને કારણે શુક્રવારે રાત્રે એસ.કે મોઇબુલ નામના ટીએમસી કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. મૃતક ટીએમવાયસીના ઉપપ્રમુખ હતા. ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે મોઇબુલ ગઇકાલે રાત્રે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ભાજપના કેટલાક લોકોએ તેની હત્યા કરી હતી.

મહિષાદલ પોલીસ દ્વારા ભાજપના 5 કાર્યકરોની ધરપકડ કરી લેવામાં આવી હતી. બીજો કેસ પણ પૂર્વ મિદનાપુરનો છે. શુક્રવારે રાત્રે અહીંના બચ્ચા વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. જેમાં અનંત બિજલી નામનો તૃણમૂલ કોંગ્રેસ કાર્યકર ગંભીર રીતે ઘાયલ થયો છે. તૃણમૂલનો આરોપ છે કે પીડિતને લોખંડના સળિયા અને લાકડા વડે માર મારવામાં આવ્યો હતો. તેને લોહી વહેતી હાલતમાં મૈના આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યો હતો, ત્યાંથી તેને તામલુક જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.