ચૂંટણી@દેશ: વારાણસી બેઠક પર પર કાંટાની ટક્કર, PM મોદી 27 હજાર મતની લીડ સાથે આગળ

 
મોદી
INDI ગઠબંધન 197 સીટો પર આગળ જોવા મળી રહ્યું છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વારાણસીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનારસ સીટ પરથી પાછળ હતા અને તે હવે આગળ થઇ ચુક્યા છે. તેઓ 27 હજાર કરતા વધારે મતથી આગળ જઇ રહ્યા છે. સવારે 09.58 વાગ્યા સુધીના આંકડા અનુસાર કોંગ્રેસના અજય રાજ તેમની પાછળ થઇ ચુક્યા છે.

અગાઉ 9.40 વાગ્યા સુધીના આંકડા અનુસાર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય રાટ તે સીટ પર બઢત બનાવી રહ્યા છે.આ પ્રકારે આ સીટ પર કાંટાની ટક્કર જેવો માહોલ સર્જાયો છે. બીજી તરફ રાયબરેલી સીટ પરથી રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યા છે. તો અમેઠી સીટ પરથી સ્મૃતિ ઇરાની પણ 20 હજાર કરતા પણ વધારે મતથી પાછળ ચાલી રહ્યા છે.આ સાથે જ સવારે 10 વાગ્યા સુધી યુપીની તમામ 80 સીટો પર વલણ પણ સામે આવી રહ્યા છે. આ વલણોમાં ખુબ જ મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. અહીં એનડીએ 291 પર આગળ ચાલી રહ્યું છે. ત્યારે INDI ગઠબંધન 197 સીટો પર આગળ જોવા મળી રહ્યું છે.