ચૂંટણી@ગાંધીનગર: ભાજપે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી સહિત 20 સ્ટાર પ્રચારક યાદી જાહેર કરી

 
ચૂંટણી
ભાજપના ટોચના નેતાઓ આ યાદીમાં સામેલ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. ગાંધીનગર સહિત બે નગરપાલિકાઓ અને વિવિધ પેટા ચૂંટણીઓને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા 20 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે.

પ્રચાર મોરચો સંભાળવા માટે મેદાનમાં ઉતારેલા આ પ્રચારકોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકર પાંડેનો સમાવેશ થાય છે.આ ઉપરાંત મંત્રી ઋષિકેશ પટેલ, પ્રવીણ માળી, સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્ય રિવાબા જાડેજા તેમજ ગાંધીનગર ઉત્તર અને દક્ષિણના ધારાસભ્યોને પણ જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ ઓખા નગરપાલિકાની ચૂંટણીના સંદર્ભે સાંસદ પૂનમબેન માડમ અને પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકનો પણ આ સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવેશ કરાયો છે.