ચૂંટણી@ગુજરાત: આજે સાંજે પ્રચાર પડઘમ પડી જશે શાંત, વિવિધ પક્ષોના નેતાઓ અંતિમ સમયની રણનીતિ ઘડશે

 
ચૂંટણી
મતદાન પહેલા જ 731 ઉમેદવારો બિનહરિફ જાહેર થયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં ચૂંટણીને લઈ માહોલ જામ્યો છે. સાથે સાથે નેતાઓએ પણ એડીચોટીનું જોર લગવીને પ્રચાર કર્યો હતો, આજે સાંજના 6 કલાકથી ઉમેદવારોને પ્રચાર પડઘમ શાંત કરવા પડશે, આ ચૂંટણીમાં મતદાન પહેલા જ 731 ઉમેદવારો બિનહરિફ જાહેર થયા છે.આજે સાંજે પ્રચાર પડધમ શાંત થઈ જશે.

આજે સાંજે પ્રચાર સભાઓ ઉપર અને રેલીઓ ઉપર પ્રતિબંધ લાગી જશે.ત્યારબાદ ઉમેદવારોના ભાવિ માટે ઉમેદવારો અને સમર્થકોની ખાટલા પરિષદો શરૂ થશે અને બંધ બારણે મતદારોને રીઝવવાના પ્રયાસો કરવામાં આવશે.સાથે સાથે આજે વહેલી સવારથી જ નેતાઓ લોકોને રીઝવવા માટે રેલી કરી રહ્યાં છે, ચૂંટણીમાં મતદાન કરે તે માટે લોકોને સમજણ પણ આપી રહ્યાં છે.

ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષના ઉમેદવારોએ મતદારોને મનાવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું.પરંતુ, હીટવેવ અને કાળઝાળ ગરમી વચ્ચે મતદારોનો પ્રતિસાદ મોળો રહ્યો હતો.રવિવાર સુધી ઉમેદવારો જનમત કેળવવા માટે પૂરું જોર લગાવશે.ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષના અગ્રણીઓ ઓછું મતદાન થવાની ચિંતા સેવી રહ્યા છે.