ચુંટણી ઢંઢેરોઃ ભાજપના ‘સંકલ્પ પત્ર’ની ખાસ વાતો

અટલ સમાચાર, ડેસ્ક લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનના 2 દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. પીએમ મોદી, અમિત શાહ અને ગૃહમંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી અરુણ જેટલી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સહિત નેતાઓ ભાજપના કાર્યાલયે હાજર રહ્યા હતા. ભાજપે આ મેનિફેસ્ટોને સંકલ્પ પત્ર નામ આપ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન ભાજપના
 
ચુંટણી ઢંઢેરોઃ ભાજપના ‘સંકલ્પ પત્ર’ની ખાસ વાતો

અટલ સમાચાર, ડેસ્ક

લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનના 2 દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. પીએમ મોદી, અમિત શાહ અને ગૃહમંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી અરુણ જેટલી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સહિત નેતાઓ ભાજપના કાર્યાલયે હાજર રહ્યા હતા. ભાજપે આ મેનિફેસ્ટોને સંકલ્પ પત્ર નામ આપ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે વર્ષ 2014ની ચૂંટણીમાં દેશની જનતાએ ઐતિહાસિક બહુમત આપ્યું. પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન આ સરકારે પાયાની સુવિધાઓ દેશના લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. તેમણે દાવો કર્યો કે એક વાર ફરી ભાજપ પૂર્ણ બહુમતની સરકાર બનાવશે.

અમિત શાહે કહ્યું કે 2014માં ભારતની અર્થવ્યવસ્થા 11મા નંબર પર હતી, આજે આપણે દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ અને તેજીથી 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશું. આજે દેશના મોટાભાગનાં ઘરોમાં વિજળી છે. 8 કરોડથી વધુ શૌચાલય છે, 7 કરોડ ગરીબોના ઘરમાં ગેસ કનેક્શન આપ્યું છે, 50 કરોડ ગરીબો માટે મફત ઈલાજ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી સરકારે 5 વર્ષમાં 50થી વધુ પગલાં ઉઠાવ્યાં છે, જે ઐતિહાસિક ભાગ બનશે.

આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટૉલરેન્સ

રાજનાથ સિંહે કહ્યું કે રાષ્ટ્ર્વાદ પ્રત્યે પૂરી પ્રતિબદ્ધતા છે. આતંકવાદ અને ઉગ્રવાદ વિરુદ્ધ ઝીરો ટૉલરેન્સની નીતિને પૂરી મક્કમતાથી જાહેર રાખીશું. સુરક્ષા બળોને આતંકવાદીઓને સામનો કરવા માટે નીતિ ચાલુ રહેશે.

રક્ષા ક્ષેત્રમાં મેક ઈન ઈન્ડિયાનો અમલ

સુરક્ષા સાથે જોડાયેલ બાકી ઉકરણો અને હથિયારોની ખરીદી તેજીથી કરશું. રક્ષા ઉકરણોની ખરીદીમાં આત્મનિર્ભરતા સુનિશ્ચિત કરવા માટે સરકારે 5 વર્ષમાં કેટલાય પ્રયત્નો કર્યા છે. રક્ષા ક્ષેત્રમાં મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે અમે પ્રતિબદ્ધ છીએ। જેનાથી રોજગાર સર્જન થશે અને રક્ષા ક્ષેત્રમાં રોકાણ વધશે.

પેન્શનની યોજના

કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન વધારવા માટે 25 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. દેશના તમામ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળશે. નાના ખેડૂતોને સામાજિક સુરક્ષા માટે 60 વર્ષની ઉંમર બાદ પેન્શનની યોજના લાગૂ કરવામાં આવશે. ક્રેડિટ ગેરન્ટી યોજના વર્ષ 2015 સુધી 5 લાખ કરોડ ડૉલર અને વર્ષ 2013 સધી 10 લાખ કરોડ ડૉલરની અર્થવ્યવસ્થા બનશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં 100 લાખ કરોડ રૂપિયાનું રોકાણ. સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે 1 લાખ કરોડ રૂપિયાની ગેરન્ટી યોજના. રામ મંદિર રામ મંદિર મુદ્દા પર સંભાવનાઓને ચકાસવામાં આવશે. જલદીમાં જલદી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરીશું.