ચૂંટણીઃઉમેદવારો રૂ.૧૦ હજારથી વધુની ચુકવણી રોકડમાં કરી શકશે નહી

અટલ સમાચાર,પાલનપુર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અન્વયે ભારતના ચૂંટણી પંચની સુચના અને માર્ગદર્શિકા અનુસાર જણાવાયું છે કે ચૂંટણીમાં ઉમેદવારો અથવા રાજકીય પક્ષો દ્વારા રૂ. ૧૦,૦૦૦/- થી વધુ રકમ ખર્ચ/દાન ક્રોસ એકાઉન્ટ પેઇ ચેક અથવા ડ્રાફ્ટ અથવા આરટીજીએસ/એનઇએફટી અથવા રાજકીય પક્ષ દ્વારા ચૂંટણી હેતુ માટે ખોલવામાં આવેલ ઉમેદવારના બેંક એકાઉન્ટ સાથે જોડાયેલી અન્ય કોઇ ઇલેકટ્રોનિક પધ્ધતિથી કરવાનું
 
ચૂંટણીઃઉમેદવારો રૂ.૧૦ હજારથી વધુની ચુકવણી રોકડમાં કરી શકશે નહી

અટલ સમાચાર,પાલનપુર

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અન્વયે ભારતના ચૂંટણી પંચની સુચના અને માર્ગદર્શિકા અનુસાર જણાવાયું છે કે ચૂંટણીમાં ઉમેદવારો અથવા રાજકીય પક્ષો દ્વારા રૂ. ૧૦,૦૦૦/- થી વધુ રકમ ખર્ચ/દાન ક્રોસ એકાઉન્ટ પેઇ ચેક અથવા ડ્રાફ્ટ અથવા આરટીજીએસ/એનઇએફટી અથવા રાજકીય પક્ષ દ્વારા ચૂંટણી હેતુ માટે ખોલવામાં આવેલ ઉમેદવારના બેંક એકાઉન્ટ સાથે જોડાયેલી અન્ય કોઇ ઇલેકટ્રોનિક પધ્ધતિથી કરવાનું રહેશે.

ચૂંટણીની જાહેરાત બાદ તમામ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરતા પહેલાં ચૂંટણી ખર્ચના હેતુ માટે બેંકમાં અલગ ખાતું ખોલાવી તે ખાતાની સ્વ-પ્રમાણિત નકલ ચૂંટણી અધિકારીને આપવાની રહેશે. ચૂંટણી ખર્ચના હિસાબો રાખવા ચૂંટણીની જાહેરાતની તારીખથી પરિણામ જાહેર થવાની તારીખ સુધી આવક અને ખર્ચની તમામ વિગતો જાળવવાની રહેશે.