ચુંટણી ચિન્હઃ ભારતમાં ચુંટણી પ્રતિક આપવાની શરૂઆતનું મુળ અહીંથી શરૂ થાય છે

અટલ સમાચાર, ડેસ્ક લોકસભા ચૂંટણીમાં હવે મોટાભાગની પાર્ટીઓ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. રાષ્ટ્રીય કક્ષાની પાર્ટીઓ, રાજયકક્ષાની પાર્ટીઓ ઉપરાંત નોંધાયેલી પાર્ટીઓ, ચૂંટણી પંચની માન્યતા ન મળી હોય તેવી બિનમાન્યતા પ્રાપ્ત પાર્ટીઓ તથા અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા હોય છે. ભારતમાં ચૂંટણીની શરૂઆત થઈ ત્યારે ચૂંટણી પંચ દ્વારા વિવિધ પક્ષોને ચૂંટણી ચિન્હ ફાળવવાની
 
ચુંટણી ચિન્હઃ ભારતમાં ચુંટણી પ્રતિક આપવાની શરૂઆતનું મુળ અહીંથી શરૂ થાય છે

અટલ સમાચાર, ડેસ્ક

લોકસભા ચૂંટણીમાં હવે મોટાભાગની પાર્ટીઓ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. રાષ્ટ્રીય કક્ષાની પાર્ટીઓ, રાજયકક્ષાની પાર્ટીઓ ઉપરાંત નોંધાયેલી પાર્ટીઓ, ચૂંટણી પંચની માન્યતા ન મળી હોય તેવી બિનમાન્યતા પ્રાપ્ત પાર્ટીઓ તથા અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા હોય છે. ભારતમાં ચૂંટણીની શરૂઆત થઈ ત્યારે ચૂંટણી પંચ દ્વારા વિવિધ પક્ષોને ચૂંટણી ચિન્હ ફાળવવાની શરૂઆત થઈ હતી.

ચૂંટણી ચિન્હ ફાળવવાનું કારણ એ હતું કે, ભારતમાં જે તે સમયે નિરક્ષરતાનું પ્રમાણ મતદારોમાં વધુ હતું. જેમને વાંચતા કે લખતાં આવડતું ન હતું, પરંતુ ફોટો જોઈને ચિન્હને ઓળખી શકે એમ હતા. ભારતમાં રાષ્ટ્રીય પક્ષો અને રાજય કક્ષાના પક્ષોને ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ચિન્હ પસંદ કરવાની સ્વતંત્રતા આપવામાં આવે છે. આ ઉપરાંત ચૂંટણી પંચમાં નોંધાયેલી પાર્ટીને પણ બાકી રહેલા ચૂંટણી ચિન્હોમાંથી ચિન્હ પસંદ કરવાની છૂટ હોય છે. ભારતમાં લોકસભા ચૂંટણીમાં એક બેઠક પર 5, 10 થી પણ વધુ ઉમેદવારો ચૂંટણી લડતા હોય છે. જેના લીધે ચૂંટણી પંચને ચૂંટણી લડી રહેલા દરેક ઉમેદવારને ચૂંટણી ચિન્હ આપવું પડતું હોય છે. અપક્ષ ઉમેદવારોને પણ ચૂંટણી પંચ ચિન્હ ફાળવવું પડતું હોય છે. આથી ચૂંટણીપંચ વિવિધ પ્રકારની ચીજ-વસ્તુઓને ચૂંટણીના ચિન્હ તરીકે પસંદ કરે છે.

ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવતા ચૂંટણી ચિન્હોમાં રાષ્ટ્રીય લેવલની પાર્ટીઓના કમળ, પંજા સાથે-સાથે એરકન્ડીશનર, શેરડી-ખેડૂત, કાચનો પ્યાલો, તિજોરી, હાથી, ગ્રામોફોન, લોલક, ટ્રેકટર ચલાવતો ખેડૂત, પેન્સિલ બોકસ, હાથલારી, ડોલ, બંગડીઓનો પણ સમાવેશ થાય છે.