આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી)

કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે આજે ચાણસ્મા તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખની ચુંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના સોલંકી ઇબ્રાહીમભાઇ જીવણખાનની ઉપપ્રમુખ તરીકે જાહેર થયા હતા. તો કોંગ્રેસના ઉમેદવાર ઠાકોર સરલાબેન સોવનજીની હાર થઇ હતી. આજે યોજાયેલી ઉપપ્રમુખની ચુંટણીમાં કોંગ્રેસના છમાંથી પાંચ સભ્યો હાજર રહ્યા હતા. તો ભાજપના 12માંથી 12 સભ્યો હાજર રહી ઇબ્રાહીમભાઇને મત આપ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાની ચાણસ્મા તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખની ચુંટણીમાં ભાજપનો વિજય થયો છે. ઉપપ્રમુખની ચુંટણીમાં ભાજપ તરફથી સોલંકી ઇબ્રાહીમભાઇ જીવણખાન અને કોંગ્રેસ તરફથી ઠાકોર સરલાબેન સોવનજીએ ફોર્મ ભર્યુ હતુ. ચાણસ્મા તાલુકા પંચાયતમાં હાલ ચુંટાયેલા સભ્યોની સંખ્યા 18 છે. જેમાં 12 સભ્યો ભાજપના અને કોંગ્રેસના 6 સભ્યો છે. જેમાંથી આજે કોંગ્રેસના 1 સભ્ય વસાવા રક્ષાબેન દલસુખભાઇ ગેરહાજર રહ્યા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ચાણસ્મા તાલુકા પંચાયતના ઉપપ્રમુખની ચુંટણીમાં 12 સોલંકી ઇબ્રાહીમભાઇનો વિજય થયો છે. આ સાથે કોંગ્રેસના ઠાકોર સરલાબેનને પાંચ મત મળ્યા હતા. નોંધનિય છે કે, આજે યોજાયેલી ઉપપ્રમુખની ચુંટણીમાં કોંગ્રેસના એક સભ્ય ગેરહાજર રહ્યા હતા. જોકે ભાજપના તમામ સભ્યોએ પોતાના ઉમેદવારને મત આપતા ઉપપ્રમુખ તરીકે સોલંકી ઇબ્રાહીમભાઇ જીવણખાનની વરણી કરવામાં આવી છે.

07 Jul 2020, 6:27 AM (GMT)

COVID-19 Global Stats

11,845,351 Total Cases
543,551 Death Cases
6,812,784 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code