ચૂંટણી@દેશ: ભાજપે દિગ્ગજ નેતાને નોટિસ ફટકારી, પક્ષ માટે પ્રચાર તો કરતાં નથી, વોટ પણ ન આપ્યો

 
નેતા
હજારીબાગના સાંસદ અને ભાજપ નેતા જયંત સિન્હાએ ચૂંટણી પ્રચારથી દૂરી લીધી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

2024ની ચૂંટણી માટે સાત તબક્કામાંથી પાંચ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. ત્રણ તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારી કરી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાને કારણ બતાવો નોટિસ આપી છે અને તેમને બે દિવસમાં આ નોટિસ પર જવાબ આપવા કહેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જયંત સિન્હા પાર્ટીએ તેમને ટિકિટ ન આપવાના નિર્ણયથી નારાજ છે અને તેથી જ તેમણે ચૂંટણી પ્રચારથી દૂરી બનવી લીધી હતી. તેમના આ વલણને જોઈને હવે પાર્ટીએ કારણ બતાવો નોટિસ આપી છે અને તેમને બે દિવસમાં જવાબ આપવાનો નિર્દેશ પણ આપ્યો છે.

ભાજપે ધનબાદના ધારાસભ્ય રાજ ​​સિન્હાને પણ નોટિસ પાઠવી છે.ભાજપે જયંત સિન્હાને આપેલી નોટિસમાં લખ્યું છે, લોકસભા 2024ની ચૂંટણીમાં જ્યારથી પાર્ટીએ મનીષ જયસ્વાલને હજારીબાગ લોકસભા મતવિસ્તારથી ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ત્યારથી તમે ન તો ચૂંટણી પ્રચારમાં રસ લઈ રહ્યા છો કે ન તો સંગઠનાત્મક કામમાં. આ ઉપરાંત તમે લોકશાહીના આ મહાન પર્વમાં તમારા મતના અધિકારનો ઉપયોગ કરવાનું પણ યોગ્ય ન માન્યું. તમારા આ વલણથી પાર્ટીની છબી ખરડાઈ છે. આ કારણે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડીની સૂચના બાદ જયંત સિન્હાને નોટિસ પાઠવવામાં આવી છે અને તેમને આ નોટિસ અંગે 2 દિવસમાં ખુલાસો આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

ભાજપે જયંત સિન્હા ઉપરાંત ધનબાદ  બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર વિરુદ્ધ નિવેદન આપવા બદલ ધનબાદના ધારાસભ્ય રાજ ​​સિન્હાને કારણ બતાવો નોટિસ પાઠવી છે. રાજ્યસભાના સાંસદ અને પાર્ટીના મહાસચિવ આદિત્ય સાહુએ કહ્યું કે 'આ શિસ્તનો મુદ્દો છે અને પાર્ટી આ વિષય પર ઝીરો ટોલરન્સ ધરાવે છે.' જો કે ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપમાં મતભેદ અને ઝઘડાઓ સામે આવ્યા છે. હજારીબાગના સાંસદ અને ભાજપ નેતા જયંત સિન્હાએ ચૂંટણી પ્રચારથી દૂરી લીધી હતી. જો કે માર્ચમાં જયસ્વાલને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે તેઓ જયંતને મળવા આવ્યા હતા.