ચુંટણી@દેશ: મણીપુરમાં ચાલુ મતદાને બુથ પર ફાયરિંગ, 3 લોકો ઘાયલ

 
ચૂંટણી
મણીપુરના બે સમુદાયો વચ્ચે લાંબા સમયથી હિંસા ચાલી રહીં હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભા ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન આજથી શરૂ થયું છે. જેમાં અત્યારે સુધીમાં મતદાન થયાના આંકડા પણ સામે આવી ગયા છે. પરંતુ મણીપુરમાં મતદાન કેન્દ્ર પર ફાયરિંગ થયાના સમાચાર સામે આવ્યાં છે. લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન મણિપુરમાં એક મતદાન કેન્દ્ર પર ફાયરિંગ થયું હતું જેમાં 3 લોકો ઘાયલ થયા હતા.તમને જણાવી દઈએ કે આજે રાજ્યની બે સીટો ઇનર મણિપુર અને આઉટર મણિપુર પર મતદાન થઈ રહ્યું છે.

આ સાથે આઉટર મણિપુરના હિંસા પ્રભાવિત વિસ્તારોના કેટલાક બૂથ પર 26 એપ્રિલે પણ મતદાન થશે. પરંતુ આ મતદાન મથકે ફાયરિંગ થયાની વિગતો સામે આવી છે જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હોય તેવા પણ સમાચાર સામે આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, મણીપુરમાં લાંબા સમયથી હિંસા ભડકેલી છે. બે સમુદાયો વચ્ચે લાંબા સમયથી હિંસા ચાલી રહીં હતી. જે બાદ ત્યા મોટી હિંસા થઈ હતી.

વિગતો પ્રમાણે જાતિ હિંસાગ્રસ્ત મણિપુરની બે લોકસભા બેઠકો માટે શુક્રવારે સવારે 9 વાગ્યા સુધી 15.44 લાખથી વધુ મતદારોમાંથી લગભગ 12.6% લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અંદરની મણિપુર સીટ પર મતદાનના પ્રથમ બે કલાકમાં 13.82% મતદાન નોંધાયું હતું. જ્યારે આઉટર મણિપુરમાં 11.57% મતદાન થયું હતું. મતદાન વચ્ચે જ ફાયરિંગ થયાના સમાચાર સામે આવ્યા છે. જો કે, ફાયરિંગ થયાનું કોઈ કારણ સામે આવ્યું નથી.

​​​​​​