ચૂંટણી@દેશ: ચૂંટણી પંચનો મતદારોના હિતમાં મહત્વનો નિર્ણય, જિલ્લા અને રાજ્યસ્તરે કંટ્રોલરૂમ શરૂ કરાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. અધિક મુખ્ય નિર્વાચન અધિકારી ડો.કુલદીપ આર્યએ કહ્યું કે જિલ્લા અને રાજ્ય સ્તરે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. મતદારો પોતાની રજૂઆત કરી શકે તે માટે નિર્ણય લેવાયો છે. જેનાથી મોડેલ કોડ ઓફ કન્ડક્ટ બાબતે ફરિયાદ થઈ શકશે.
તેમણે કહ્યું કે ચૂંટણીકાર્ડ બાબતે ફરિયાદ મળી છે.લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ આજે ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. તેમાં જણાવ્યુ હતુ કે મતદારો પોતાની રજૂઆત કરી શકે તે માટે જિલ્લા અને રાજ્ય સ્તરે કંટ્રોલરૂમ શરૂ કરાયા છે. મોડેલ કોડ ઓફ કન્ડક્ટ બાબતે ફરિયાદ થઈ શકશે. વધુમાં કહ્યુ હતુ કે, ચૂંટણીકાર્ડ બાબતે CVGL એપથી 200થી વધુ ફરિયાદ મળી છે. જેની ફ્લાઈંગ સ્ક્વૉડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી અલગ અલગ 1600 જેટલી ફરિયાદો મળી છે જેનું યોગ્ય તપાસ કરી અને નિવારણ થઇ રહ્યુ છે.
લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર કરવામાં આવી હતી જેમાં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાવાનું છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ છે.રાજ્યની 26 લોકસભા બેઠકો છે. મતદાન બાદ 4 જૂનએ પરિણામ આવશે.