ચૂંટણી@દેશ:ગુજરાત લોકસભાની બાકી ચાર બેઠકો માટે દિલ્હીમાં મનોમંથન, CM પટેલ અને પાટીલ જશે દિલ્હી

 
Cm patel

ગુજરાતની 26 લોકસભા બેઠક માટે ભાજપે અત્યાર સુધી 22 ઉમેદવારો જાહેર કર્યાં છે


 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.ત્યારે ગુજરાતની લોકસભાની બાકી ચાર બેઠકો માટે આજે દિલ્હીમાં મનોમંથન કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીને સેન્ટ્રલ ઇલેક્શન કમિટી બેઠક રાતે મળશે જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ આ બેઠકમાં હાજરી આપવા દિલ્હી જશે.જેમા અમરેલી, સુરેન્દ્રનગર, જુનાગઢ અને મહેસાણા બેઠકના નામ હજુ જાહેર કરવામાં આવ્યા નથી.

આ ઉપરાંત વિધાનસભાની પાંચ બેઠકો માટે યોજાનારી પેટા ચૂંટણીના ઉમેદવારોના નામો પર પણ મનોમંથન કરવામા આવશે.ગુજરાતની 26 લોકસભા બેઠક માટે ભાજપે અત્યાર સુધી 22 ઉમેદવારો જાહેર કર્યાં છે. ભાજપે પહેલી યાદીમાં 15 તો બીજી યાદીમાં 7 ઉમેદવાર જાહેર કર્યાં હતા. ભાજપે 22માંથી 12 ઉમેદવારો રિપિટ કર્યાં છે અને 10 ઉમેદવાર નવા છે. જોકે ચાર બેઠક, અમરેલી, જુનાગઢ, મહેસાણા અને સુરેન્દ્રનગરના ઉમેદવારના નામ જાહેર કરવાના હજુ બાકી છે. હવે જોવાનું એ રહે છે કે બાકીના ચારમાં જુના કે નવા કોનો નંબર લાગી શકે છે.