ચૂંટણી@દેશ: PM મોદીએ વારાણસીથી ભર્યું ઉમેદવારી ફોર્મ, NDAના અનેક નેતાઓ રહ્યા હાજર

 
મોદી
વારાણસી લોકસભા બેઠક માટે અંતિમ તબક્કામાં પહેલી જૂને મતદાન યોજાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન તેમની સાથે BJP અને NDA ગઠબંધનના ઘણા નેતાઓ હાજર હતા. વડાપ્રધાન પહેલા બનારસમાં દશાશ્વમેધ ઘાટ ગયા અને પછી કાલ ભૈરવ મંદિરના દર્શન કર્યા હતા.

લોકસભા 2024ની ચૂંટણી માટે ચાર તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે અને બે તબક્કામાં મતદાન બાકી છે. ત્યારે આજે તેઓએ વારાણસી લોકસભા બેઠક પરથી સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. તેમણે ગંગાની પૂજા તેમજ કાલ ભૈરવના દર્શન કર્યા બાદ ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત 12 ભાજપ શાસિત અને સહયોગી રાજ્યોના મુખ્ય મંત્રી તેમજ અનેક ભાજપ નેતાઓ હાજર રહ્યા હતા.

ચૂંટણીના ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો પર 13મી મેએ મતદાન થવાનું છે. આ 10 રાજ્યોમાં આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે. પહેલા તબક્કામાં કુલ 59.71 ટકા, બીજા તબક્કામાં 60.96 ટકા અને ત્રીજા તબક્કામાં 61.45 ટકા મતદાન થયું હતું. ચોથા તબક્કા બાદ પાંચમાં તબક્કામાં 49 બેઠકો પર 20મી મેએ, છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર 25મી મેએ જ્યારે સાતમાં અને અંતિમ તબક્કામાં 57 બેઠકો પર પહેલી જૂને મતદાન યોજાશે.