ચૂંટણી@દેશ: આજે PM મોદીનો ગ્રાન્ડ રોડ શો, આ જગ્યાએથી વડાપ્રધાનનો કાફલો પસાર થશે, જાણો વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન મોદી લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે આજે મુંબઈ પહોંચવાના છે. મુંબઈમાં તેમનો ભવ્ય રોડ શો યોજાવા જઈ રહ્યો છે. તેમનો રોડ શો મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં સાંજે 6 વાગ્યે શરૂ થશે, રોડ શો જ્યાં યોજાયો છે તે વિસ્તાર ઉત્તર પૂર્વ મુંબઈ લોકસભા સીટ હેઠળ આવે છે અને બીજેપીના મિહિર કોટેચા અહીંથી ઉમેદવાર છે. પીએમ મોદીના અંદાજે 4 કિલોમીટરના રોડ શોમાં 7 સ્ટોપ છે. આ ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં વિશાળ સભાઓ અને રેલીઓ ગજવી રહ્યાં છે અને હવે પાંચમા તબક્કાના મતદાનને લઈને ઝંઝાવતી ચૂંટણીપ્રચાર કરી રહ્યાં છે.
વડાપ્રધાન મોદી લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે આજે મુંબઈ પહોંચવાના છે. મુંબઈમાં તેમનો ભવ્ય રોડ શો યોજાવા જઈ રહ્યો છે. તેમનો રોડ શો મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં સાંજે 6 વાગ્યે શરૂ થશે, તેમનો રોડ શો જ્યાં યોજાયો છે તે વિસ્તાર ઉત્તર પૂર્વ મુંબઈ લોકસભા સીટ હેઠળ આવે છે અને બીજેપીના મિહિર કોટેચા અહીંથી ઉમેદવાર છે. અંદાજે 4 કિલોમીટરના રોડ શોમાં 7 સ્ટોપ છે.
આ રોડ શો ઘાટકોપરના એલબીએસ રોડ પર આવેલી અશોક સિલ્ક મિલથી શરૂ થઈને શ્રેયસ સિનેમા, સર્વોદય સિગ્નલ, સીઆઈડી ઑફિસ, સંઘવી સ્ક્વેર, હવેલી બ્રિજ થઈને પાર્શ્વનાથ ચોક પર સમાપ્ત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અશોક સિલ્ક મિલમાં પહોંચીને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને હાર પહેરાવશે, જેને મેરીગોલ્ડના ફૂલોથી શણગારવામાં આવી રહી છે. હાલ તમામ બાબતોને આવરી લેવામાં આવી છે અને પોલીસ સુરક્ષા મજબૂત છે.