ચૂંટણી@બનાસકાંઠા: ભાજપ પર પ્રિયંકા ગાંધીએ કર્યા આકરા પ્રહાર, જાણો શું કહ્યું વિગતવાર

 
પ્રિયંકા ગાંધી

બ્રિટિશ સામ્રાજ્ય સામે લડીને સંવિધાન તૈયાર કરવામાં આવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભાની ચૂંટણીને લઈને નેતાઓ પાસે હવે થોડો જ સમય છે. ત્યારે નેતાઓ એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે. આ દરમિયાન ચૂંટણીને આજે ગુજરાતમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અને પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે બનાસકાંઠાના લાખણીમાં તેઓ કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર કરવા માટે ગુજરાતમાં આવ્યા છે. પ્રચારમાં જનસભાની શરુઆત મા અંબાના જયકાર સાથે કર્યો છે. આ સાથે જ તેમણે જણાવ્યુ કે દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા છે. ભાજપ નેતાઓ બંધારણથી પ્રજાને અધિકાર મળે છે.

પ્રિયંકા ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, બહેનો અને ભાઈઓ આજના જે વડાપ્રધાન છે તેને ગુજરાતની જનતાએ બધુ આપ્યું પણ આજે તેઓ 10 વર્ષથી વડાપ્રધાન છે તેઓ મોટા મોટા કાર્યક્રમોમાં જ જોવા મળે છે. મોટા મોટા ઉદ્યોગપતિઓ સાથે અને બીજા દેશના વડાપ્રધાન સાથે જોવા મળે છે, પણ ક્યારેય ગરીબોના ઘરે કે ખેડૂતોના ઘરે જાતા હોય તેમ જોયું છે? પહેલાના વડાપ્રધાન ગામડામાં આવતા હતા અને ઘરોમાં પણ આવતા હતા. ત્યારે જો કોઈ વિકાસના કામો થયા ન હોય તો જનતા સવાલો કરતી હતી. આ રાજનિતિ હતી એક જમાનામાં. આ રાજનિતીનો આધાર ગુજરાતના સૌથી મહાન પુત્ર મહાત્મા ગાંધીજીએ તમામ નેતાઓને ગરીબોના ઘરે લઈ ગયા અને સમસ્યાને સાભળવા કહ્યું.

રૂપાલાને લઈ પણ આપ્યું મોટું નિવેદન ગુજરાતમાં રાજપૂત સમાજની મહિલાનું આપવામાં કરવામાં આવ્યું છે. તેમ છતાં તે ઉમેદવારને બદલવામાં આવ્યા નથી. કોંગ્રેસની સરકાર બની તો આ વાત દેશમાં ફેલાવવામાં આવશે. જ્યાં મહિલાનું અપમાન કર્યું છે. ત્યાં ન્યાય આપવામાં આવશે. તેઓ મારા ભાઈને શેહજાદા કહે છે, હુ તેઓને કહેવા માગું છું કે, આ જ શેહજાદા 4 હજાર કિલોમીટર સુધી પદયાત્રા કરી છે, કન્યાકુમારીથી કાશ્મિર સુધી લોકોની સમસ્યાઓને સાંભળવા માટે પદયાત્રા કરી છે. એક બાજુ તમારા શહેનશાહ નરેન્દ્ર મોદીજી. જેઓ મહેલોમાં રહે છે. તેનો ચહેરો જોયો છે એક ડાગ નથી ચહેરા પર. તેઓ કેમ સમજી શકશે તમારી સમસ્યાઓને. આજે તમામ જગ્યાએ મોંઘવારી છે, તેલ, સબજી, પેટ્રોલ-ડિઝલ તમામ જગ્યાએ મોંઘવારી છે.