ચુંટણી બબાલઃ સુરત બાદ બનાસકાંઠામાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી

અટલ સમાચાર, ડીસા, મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી આગળ કહેવાતા પ્રજા સેવકોની હાથાપાઈ સવારથી સુરતમાં કોંગ્રેસ-ભાજપના કાર્યકરો વચ્ચેની ચાલી રહેલી માથાકૂટનો હજુસુધી અંત આવ્યો નથી. જેના કારણે રાજ્યભરમાં ચર્ચાનું વાતાવરણ સર્જાયું હતું. અને સુરતમાં તો ગરમા-ગરમીનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ત્યાંજ બનાસકાંઠામાં કલેક્ટર કચેરી આગળ ભાજપ-કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી જઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. અને હાથાપાઈ
 
ચુંટણી બબાલઃ સુરત બાદ બનાસકાંઠામાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી

અટલ સમાચાર, ડીસા, મહેસાણા

જિલ્લા કલેક્ટર કચેરી આગળ કહેવાતા પ્રજા સેવકોની હાથાપાઈ

સવારથી સુરતમાં કોંગ્રેસ-ભાજપના કાર્યકરો વચ્ચેની ચાલી રહેલી માથાકૂટનો હજુસુધી અંત આવ્યો નથી. જેના કારણે રાજ્યભરમાં ચર્ચાનું વાતાવરણ સર્જાયું હતું. અને સુરતમાં તો ગરમા-ગરમીનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ત્યાંજ બનાસકાંઠામાં કલેક્ટર કચેરી આગળ ભાજપ-કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી જઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. અને હાથાપાઈ ઉપર આવી જતાં રાજ્યનું રાજકારણ ઉનાળાના તાપથી વધુ ગરમી પકડી રહ્યું છે.

Video:

સુરતની માથાકૂટ હજુ ચાલુ છે ત્યાં જ બનાસકાંઠામાં કોંગ્રેસ-ભાજપના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હોવાના સમાચારથી રાજ્યમાં ઉનાળાની ગરમીથી વધુ પ્રજાના સેવકોએ ગરમી પકડી લીધી છે.

Video:

વાત જાણે એમ બની છે કે, ભાજપની રેલી ચાલી રહી હતી ત્યારે કોંગ્રેસી કાર્યકરો અને ભાજપી કાર્યકરો કલેક્ટર કચેરી બહાર સામસામે આવી ગયા હતા. જે બાદ બન્ને પક્ષના સેવકો હાથાપાઈ ઉપર આવી ગયા હતા. અને વાતાવરણમાં ગરમી પકડાઈ જવા પામી હતી. જોકે, પોલીસને વ્યવસ્થા જાળવવા લાઠીચાર્જ કરવો પડ્યો હતો.