ચૂંટણી@દિયોદર: માર્કેટયાર્ડની 14 બેઠકો પર મતદાન પૂર્ણ, કાલે થશે મતગણતરી

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) કોરોના મહામારી વચ્ચે આજે દિયોદર માર્કેટયાર્ડની ચૂંટણી યોજાઇ હતી. આજે યોજાયેલી ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં 98.23 ટકા અને વેપારી વિભાગમાં 98.62 ટકા મતદાન થયુ હતુ. હવે આવતીકાલે મતગણતરી બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ બનશે. આ તરફ માર્કેટયાર્ડમાં વર્તમાન ચેરમેન શિવાભાઇ ભૂરીયા કે ભાજપના ઇશ્વરભાઇની પેનલ બંનેમાંથી કોનું શાસન આવશે ? તે આવતીકાલે
 
ચૂંટણી@દિયોદર: માર્કેટયાર્ડની 14 બેઠકો પર મતદાન પૂર્ણ, કાલે થશે મતગણતરી

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

કોરોના મહામારી વચ્ચે આજે દિયોદર માર્કેટયાર્ડની ચૂંટણી યોજાઇ હતી. આજે યોજાયેલી ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં 98.23 ટકા અને વેપારી વિભાગમાં 98.62 ટકા મતદાન થયુ હતુ. હવે આવતીકાલે મતગણતરી બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ બનશે. આ તરફ માર્કેટયાર્ડમાં વર્તમાન ચેરમેન શિવાભાઇ ભૂરીયા કે ભાજપના ઇશ્વરભાઇની પેનલ બંનેમાંથી કોનું શાસન આવશે ? તે આવતીકાલે મતગણતરી બાદ સ્પષ્ટ થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાની દિયોદર માર્કેટયાર્ડની ચૂંટણી આજે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ હતી. આજે યોજાયેલી ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં 98.23 ટકા અને વેપારી વિભાગમાં 98.62 ટકા મતદાન થયુ હતુ. આજે સવારે 09:00 થી 5:00 કલાક સુધી ચાલેલી મતદાન પ્રક્રિયા શાંતિપુર્ણ રીતે પુર્ણ થઇ હતી. જોકે મતદાન મથકે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે દિયોદર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ચૂંટણી@દિયોદર: માર્કેટયાર્ડની 14 બેઠકો પર મતદાન પૂર્ણ, કાલે થશે મતગણતરી

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કુલ 16 બેઠકોમાંથી તેલિબીયાં સંઘની બે બેઠકો બિનહરીફ થતાં હાલ 14 સીટો ઉપર મતદાન યોજાયુ હતુ. આ સાથે વર્તમાન ચેરમેન શિવાભાઇ ભૂરીયા, ભાજપના ઇશ્વરભાઇ તરક સહિતનાએ મતદાન કર્યુ હતુ. જોકે હાલ તો આવતીકાલે જાહેર થનારા પરિણામ ઉપર સૌ કોઇની નજર છે.