બ્રેકીંગ@દેશ: મતદાન વચ્ચે ગુસ્સે ભરાયેલા ટોળાએ EVM-VVPAT મશીન પાણીમાં ફેંકી દીધા, કયા રાજ્યમાં થઈ બબાલ?

 
મશીન
ટીએમસી સમર્થકો દ્વારા મતદારોને કથિત રીતે ધમકી આપવામાં આવી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સાતમા તબક્કાના મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળમાંથી બબાલ થયાના સમાચાર આવી રહ્યા છે. દક્ષિણ 24 પરગણામાં ગુસ્સે ભરાયેલા ટોળાએ EVM અને VVPAT મશીનોને પાણીમાં ફેંકી દીધા છે. આ અંતિમ તબક્કામાં પશ્ચિમ બંગાળની 9 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.આ તબક્કાની શરૂઆતના થોડા સમય પછી,  પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના કુલતાઈમાં બૂથ નંબર 40, 41 પર ભીડે કથિત રીતે EVM અને VVPAT મશીનોને તળાવમાં ફેંકી દીધા હતા.

સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતી મુજબ, ટીએમસી સમર્થકો દ્વારા મતદારોને કથિત રીતે ધમકી આપવામાં આવી હતી, જેના લીધે ભીડ ઉશ્કેરાઈ ગઈ હતી અને ઈવીએમને તળાવમાં ફેંકી દીધા હતા. આ વખતે પશ્ચિમ બંગાળે મતદાનની બાબતમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે.  પહેલા તબક્કાથી પશ્ચિમ બંગાળમાંથી હિંસાના અહેવાલો આવી રહ્યા છે. પ્રથમ તબક્કાના મતદાનના દિવસે જ તૃણમૂલ કોંગ્રેસે દાવો કર્યો હતો કે અલીપુરદ્વાર તુફનગંજ-2 બ્લોકમાં બારોકોદલી-1 ગ્રામ પંચાયતના હરિરહાટ વિસ્તારમાં TMCની અસ્થાયી પાર્ટી કાર્યાલયને બીજેપી સમર્થકોએ આગ લગાવી દીધી હતી.