ચૂંટણી@ગુજરાત: સુરત-વાપીમાં ભાજપનું ખાતું ખુલ્યું, દાંતામાં કોંગ્રેસનો હોબાળો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સાવલી નગરપાલિકા ચૂંટણી પરિણામ જાહેર થયું છે. વોર્ડ નંબર ચારમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે.આ તરફ વાપી મનપાની પાંચ બેઠકો પર ભાજપનો વિજય થયો છે. કોંગ્રેસનું હજી ખાતું નથી ખૂલ્યું તો સુરતમાં અરેઠ તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવાર રાકેશ ચૌધરીની જીત થઈ છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બોટાદ તાલુકા પંચાયતની ચોકડી બેઠક પર ભાજપના ચિરાગ ભાઈ ગળિયલનો વિજય થયો છે.
ગુજરાત કોલેજ ખાતે મતદાન પહેલા જ વિવાદ વકર્યો છે. ભાજપના જોધપુર વોર્ડ કાર્યકર્તાનો વિવાદ સામે આવ્યો છે. મંજૂરી હોય તેવી પણ વસ્તુ નહીં લાવવા દેવાનો આરોપ લગાવાયો છે. ભાજપના કાર્યકર્તાઓએ પોલીસ પર ગંભીર આરોપ નાંખ્યો છે. કોંગ્રેસ અને આપ કાર્યકર્તા ખેસ પહેરીને આવે છે તો તેને કોઈ રોકતું નથી.પોલીસ દ્વારા ભાજપના ઉમેદવાર હારી જશે એવી વાતો કરી અસભ્ય વર્તન કર્યાનો આરોપ લગાવાયો છે.
પોસ્ટર બેલેટની મતગણતરીમાં અમદાવાદ મનપામાં થલતેજ, એલિસબ્રિજ, મણીનગરમાં ભાજપની પેનલ આગળ છે.વિગતો મુજબ દાંતા મતગણતરી કેન્દ્ર પર કોંગ્રેસે હોબાળો કર્યો છે. મતગણતરી શરૂ થાય તે પહેલા જ હોબાળો મચી જવા પામ્યો છે. કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરોનો હોબાળો સામે આવ્યો છે. કાર્યકરો અને પોલીસ જવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે. ઉગ્ર બોલાચાલી બાદ ઘર્ષણના દ્રશ્યો સર્જાયા છે. હોબાળાને કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

