ચૂંટણી@ગુજરાત: જામનગરમાં કોંગ્રેસ 799 મતથી આગળ, અમદાવાદમાં ભાજપ 15 હજાર મતથી આગળ

 
ચૂંટણી
ભાવનગરથી નિમુબેન બાંભણીયા 37 હજાર મતથી આગળ

​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

લોકસભા 2024ની ચૂંટણી માટે સાત તબક્કામાં મતદાન યોજાયું હતું. 542 લોકસભા બેઠકો માટે મતદાન પ્રક્રિયા પહેલી જૂને પૂર્ણ થઈ હતી. છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા બાદ હવે લોકોની નજર પરિણામો પર છે. આ વખતે, જ્યારે ભાજપને સંપૂર્ણ બહુમતી સાથે ત્રીજી વખત સરકાર બનાવવાનો વિશ્વાસ છે,  26માંથી 25 બેઠકો પર ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થયું હતું.

 

સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ છે. ત્યારે 25 બેઠકોના પરિણામ આજે સૌની નજર રહેશે.ગાંધીનગરથી અમિત શાહ 1 લાખ 17 હજાર મતથી આગળ, રાજકોટથી રૂપાલા આગળ, ખેડા બેઠકથી દેવુસિંહ ચૌહાણ 30 હજાર 416 મતથી આગળ છે.

 

જામનગરથી કોંગ્રેસના જે.પી.મારવીયા 799 મતથી આગળ, ભાવનગરથી નિમુબેન બાંભણીયા 37 હજાર મતથી આગળ, પાટણથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર એક હજાર મતથી આગળ, પોરબંદરથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા ચાર હજાર મતથી આગળ, અમદાવાદ પશ્ચિમથી ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા 15 હજાર મતથી આગળ છે. જામનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ પાછળ, અમરેલીમાં જેનીબેન ઠુંમર આગળ, દહોદમાં ભાજપના ઉમેદવાર આગળ, સાબરકાંઠાથી શોભના બારૈયા આગળ, પોરબંદરથી લલિત વસૌયા 237 મતોથી આગળ