ચૂંટણી@લોકસભા: ગુજરાત કોંગ્રેસે 3 ઉમેદવારની યાદી જાહેર કરી, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ?

 
કોંગ્રેસ
કોંગ્રેસે ગુજરાતમાંથી તેના ત્રણ ઉમેદવારોની યાદી જાહેર કરી છે 

અટલ સમાચાર ડોટ કોમ, 

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં પણ રાજકીય પક્ષો પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દરમિયાન, કોંગ્રેસે ગુજરાતમાંથી તેના ત્રણ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. સુરેન્દ્રનગર બેઠક પર કોંગ્રેસે ભાજપના ચંદુભાઈ સિહોરા સામે ઋત્વિકભાઈ મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે.

આ સાથે જ જૂનાગઢ બેઠક પર હિરાભાઈ જોટવાનો મુકાબલો ભાજપના વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા સાથે થશે.એ જ રીતે વડોદરા બેઠક પર જશપાલસિંહ પઢિયારનો મુકાબલો ભાજપના હેમાંગ જોશી સાથે થશે.ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 7 મેના રોજ યોજાશે. આ દરમિયાન, પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસના ટોચના નેતાઓ શુક્રવારે લોકસભા ચૂંટણી માટે પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કરશે.જેનું ધ્યાન 'ન્યાયના 5 સ્તંભો' પર રહેશે.

કોંગ્રેસના ટોચના નેતાઓ ખડગે અને ગાંધી પરિવાર ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યાના એક દિવસ બાદ રાજસ્થાન અને તેલંગાણામાં પ્રચાર કરશે. કોંગ્રેસ તેના ઢંઢેરામાં '5 ન્યાય' અથવા ન્યાયના 5 સ્તંભો પર ભાર મૂકશે. જેમાં યુવા ન્યાય, મહિલા ન્યાય, ખેડૂતોનો ન્યાય, શ્રમ ન્યાય અને સમાન ન્યાય તેમજ ગેરંટીનો સમાવેશ થાય છે.