ચૂંટણી@મહેસાણા: જંગી મેદની વચ્ચે વિપુલ ચૌધરીના પત્ની-પુત્ર, ડેરી માટે સત્તા સંઘર્ષ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણા દૂધ ઉત્પાદક સંઘની રસાકસીભરી ચૂંટણીમાં દાવેદારી થઈ રહી છે. જેમાં ગઈકાલે અશોક ચૌધરીએ ફોર્મ ભરી શક્તિ પ્રદર્શન કર્યા બાદ આજે વિપુલ ચૌધરીના સમર્થકોએ પણ શક્તિ પ્રદર્શન કર્યું છે. વિપુલ ચૌધરી કાયદાકીય પ્રક્રિયામાં હોઇ તેમના પત્ની અને પુત્રએ વિસનગર પ્રાન્ત કચેરી પહોંચી ફોર્મ રજૂ કર્યુ હતું. ફોર્મ રજૂ કરવા દરમ્યાન
 
ચૂંટણી@મહેસાણા: જંગી મેદની વચ્ચે વિપુલ ચૌધરીના પત્ની-પુત્ર, ડેરી માટે સત્તા સંઘર્ષ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા દૂધ ઉત્પાદક સંઘની રસાકસીભરી ચૂંટણીમાં દાવેદારી થઈ રહી છે. જેમાં ગઈકાલે અશોક ચૌધરીએ ફોર્મ ભરી શક્તિ પ્રદર્શન કર્યા બાદ આજે વિપુલ ચૌધરીના સમર્થકોએ પણ શક્તિ પ્રદર્શન કર્યું છે. વિપુલ ચૌધરી કાયદાકીય પ્રક્રિયામાં હોઇ તેમના પત્ની અને પુત્રએ વિસનગર પ્રાન્ત કચેરી પહોંચી ફોર્મ રજૂ કર્યુ હતું. ફોર્મ રજૂ કરવા દરમ્યાન વિસનગર સેવા સદન નજીક જંગી માનવ મેદની ઉમટી પડીને વિપુલ ચૌધરીને સમર્થન કરવા સુત્રોચ્ચાર કર્યા હતા. દૂધસાગર ડેરીમાં સત્તા માટે આ વખતે ચૌધરી સામે ચૌધરી નેતા વચ્ચે જંગ જામ્યો છે. આવી સ્થિતિમાં બંને જૂથના સમર્થકોએ મતદારો ખેંચવા બરોબરની તાકાત કામે લગાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચૂંટણી@મહેસાણા: જંગી મેદની વચ્ચે વિપુલ ચૌધરીના પત્ની-પુત્ર, ડેરી માટે સત્તા સંઘર્ષ

મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સહકારી રાજકારણ બરાબરનું ગરમાયું છે. દૂધસાગર ડેરીની ચૂંટણીમાં દાવેદારો ફોર્મ ભરી જીત મેળવવા દોડધામ કરી રહ્યા છે. જેમાં ચેરમેન પદના દાવેદાર મનાતાં અશોક ચૌધરીએ ગઈકાલે ફોર્મ ભરતાં દરમ્યાન સમર્થકો વચ્ચે શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. તો કોર્ટની મંજૂરી બાદ આજે વિપુલ ચૌધરીનું ફોર્મ પણ ભરીને રજૂ થયું હતું.

ચૂંટણી@મહેસાણા: જંગી મેદની વચ્ચે વિપુલ ચૌધરીના પત્ની-પુત્ર, ડેરી માટે સત્તા સંઘર્ષ
જાહેરાત

આ દરમ્યાન વિસનગર પ્રાન્ત કચેરીએ વિપુલ ચૌધરીના પત્ની અને પુત્ર જંગી માનવ મેદની વચ્ચે જોવા મળ્યા હતા. બંને દાવેદારો માટે ખૂબ સંખ્યામાં સમર્થકો હાજર હોઈ આ વખતની ડેરીની ચૂંટણીમાં રોમાચંક જંગ જોવા મળી રહ્યો છે. એક તરફ સત્તા પરિવર્તન તો બીજી તરફ સંઘર્ષ વચ્ચે સત્તા જાળવી રાખવા મેદાન એ જંગ ચાલી રહ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, દૂધસાગર ડેરીમાં વિપુલ ચૌધરીનો દબદબો હોઇ આ વખતે સત્તા આંચકી લેવા અશોક ચૌધરી અને સમર્થકોએ ચૂંટણીલક્ષી ભરપૂર તાકાત કામે લગાવી છે. વિપુલ ચૌધરીના મતદારોને પારદર્શક વહીવટ આપવા સહિતના દાવા સાથે આકર્ષવા અશોક ચૌધરી જૂથ કામે લાગ્યું છે. જ્યારે વિપુલ ચૌધરીને સત્તાધિશો પરેશાન કરતાં હોવાની વાત સાથે સમર્થકો લાગણીશીલ બની મતદારોને વિશ્વાસ જાળવી રાખવા મનાવી રહ્યા છે.