ચુંટણી@રાજયસભા: ભાજપના એસ.જયશંકર અને જુગલજી ઠાકોરે ફોર્મ ભર્યુ

અટલ સમાચાર, ગાંધીનગર રાજ્યસભાની ચૂંટણી માટે આજે (મંગળવારે) ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. આગામી પાંચમી જુલાઈના રોજ હવે આ બંને બેઠક માટે ચૂંટણી યોજાશે. ભાજપે પેટા-ચૂંટણી માટે વિદેશ મંત્રી એસ જયશંકર અને જુગલજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે. ભાજપના બંને ઉમેદવારોએ રાજયસભાની ચુંટણીના વિજયમુર્હૂતમાં ફોર્મ ભર્યા છે. રાજ્યસભાની ખાલી પડેલી બંને બેઠકો માટે અલગ અલગ પેટા-ચૂંટણી
 
ચુંટણી@રાજયસભા: ભાજપના એસ.જયશંકર અને જુગલજી ઠાકોરે ફોર્મ ભર્યુ

અટલ સમાચાર, ગાંધીનગર

રાજ્યસભાની ચૂંટણી માટે આજે (મંગળવારે) ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. આગામી પાંચમી જુલાઈના રોજ હવે આ બંને બેઠક માટે ચૂંટણી યોજાશે. ભાજપે પેટા-ચૂંટણી માટે વિદેશ મંત્રી એસ જયશંકર અને જુગલજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે. ભાજપના બંને ઉમેદવારોએ રાજયસભાની ચુંટણીના વિજયમુર્હૂતમાં ફોર્મ ભર્યા છે. રાજ્યસભાની ખાલી પડેલી બંને બેઠકો માટે અલગ અલગ પેટા-ચૂંટણી યોજવાના ચૂંટણી પંચના નિર્ણય સામે ગુજરાત વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કરેલી અરજી ફગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોંગ્રેસ આ મામલે ચૂંટણી પંચનો સંપર્ક કરી શકે છે.

ચુંટણી@રાજયસભા: ભાજપના એસ.જયશંકર અને જુગલજી ઠાકોરે ફોર્મ ભર્યુ

અમિત શાહ અને સ્મૃતિ ઇરાની ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય હતા. આ બંને નેતાઓએ લોકસભાની ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. લોકસભામાં જીત બાદ બંને નેતાઓએ રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું હતું. આ કારણે ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી. આ બંને બેઠકો પર આગામી પાંચમી જુલાઈના રોજ મતદાન થશે.

ચુંટણી@રાજયસભા: ભાજપના એસ.જયશંકર અને જુગલજી ઠાકોરે ફોર્મ ભર્યુ

રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટીને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. કોંગ્રેસ તરફથી રાજ્યસભાની બંને બેઠકો માટે અલગ અલગ મતદાન ન યોજવાની અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે કોંગ્રેસની અરજી ફગાવી દીધી છે. હવે પાંચમી જુલાઈના રોજ ગુજરાતની રાજ્યસભાની બંને બેઠકો માટે અલગ અલગ મતદાન યોજાશે. સાંજે જ પરિણામ જાહેર કરી દેવામાં આવશે. આ મામલે પ્રતિક્રિયા આપતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, વર્ષોથી અલગ અલગ ચૂંટણી જ યોજાતી આવે છે. કટોકટી લાદનારી કોંગ્રેસના મોઢે લોકશાહીની હત્યાની વાતો શોભતી નથી. આ મામલે કોંગ્રેસના ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસના બે ઉમેદવારો ફોર્મ ભરશે.