ચૂંટણી@સાબરકાંઠા: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, કોને-કોને ધારણ કર્યા કેસરિયા, જાણો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સાબરકાંઠા લોકસભા બેઠકનાં અપક્ષ ઉમેદવાર ભાજપમાં જોડાયા હતા. હિંમતનગર તાલુકા પંચાયતનાં અપક્ષ ઉમેદવાર ધારા પટેલ ભાજપમાં જોડાયા હતા. કાનડા તાલુકા પંચાયત બેઠકનાં અપક્ષ ઉમેદવાર ભાજપમાં જોડાયા હતા. વક્તાપુર તાલુકા પંચાયતનાં જીતેન્દ્રસિંહ ઝાલા શોભનાબેનનાં સમર્થન આપ્યું હતું. જ્યારે અપક્ષ ઉમેદવારે ભાજપ ઉમેદવાર શોભનાબેન બારૈયાને સમર્થન આપ્યું હતું.સાબરકાંઠા જીલ્લા પ્રભારી ગજેન્દ્રસિંહ સક્સેનાનાં હાથે ધારા પટેલે ખેસ ધારણ કર્યો હતો.
લોકસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પુરજોશમાં શરૂ કર્યો છે. જેતપુરમાં કોંગ્રેસનાં પ્રચારમાં ભાજપનાં નેતા દેખાતા ભાજપ જીલ્લા પ્રમુખ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતા.મળતી માહિતી મુજબ જેતપુરમાં કોંગ્રેસનાં પ્રચારમાં ભાજપનાં વિંછીયાનાં તાલુકા પંચાયત બેઠકનાં ભાજપનાં સહ ઈન્ચાર્જ નજરે પડયા હતા. જે બાદ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાને ધ્યાને સમગ્ર બાબત આવતા જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ભાજપનાં સહ ઈન્ચાર્જ ભુપત પડાણીને સસ્પેન્ડ કર્યા હતા. ભુપત પડાણી પરેશ ધાનાણીનાં પ્રચાર પ્રવાસમાં સાથે દેખાયા હતા. જે બાદ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા દ્વારા કડક કાર્યવાહીનાં ભાગરૂપે અલ્પેશ ઢોલરીયાને સસ્પેન્ડ કર્યા હતા.