ચૂંટણી@અમદાવાદ: કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલનું નિવેદન, 'ફોર્મ રદ્ કરાવવાના ષડયંત્રો ભાજપના છે'
ચૂંટણી પંચ સામે ભાજપનું ન ચાલ્યું કારણ કે ચૂંટણી પંચ એ સંવિધાનથી બનેલું એક માળખું છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલે ભાજપ દ્વારા તેમના ઉમેદવારી પત્રકને લઈને ઉઠાવેલા વાંધા બાબતે વળતો હુમલો કરીને પ્રતિક્રિયા આપી છે.હિંમતસિંહ પટેલે કહ્યું કે ભાજપ હાર ભાળી ગઈ છે, એટલે ફોર્મ રદ કરવા માટેના પ્રયાસ કરી લે છે ગઈકાલે ઉમેદવારી પત્રકની પ્રક્રિયામાં ભાજપ તરફથી પાંચ લીગલ સભ્યોની ટીમ ઉતારવામાં આવી હતી, જોકે તેમના તરફથી માત્ર એક જ પ્રતિનિધિ હાજર હતા.તેમને વિશ્વાસ હતો કે તેમને કોઈ ભૂલ નથી કરી એટલે તેમનો એક જ વ્યક્તિ પૂરતો હતો.ભાજપ તરફથી લગાવવામાં આવેલા આરોપ અને વાંધા દમ હોવાના કારણે ચૂંટણી પંચ દ્વારા તેને ફગાવી દેવામાં આવ્યા છે.
ચૂંટણી પંચ સામે ભાજપનું ન ચાલ્યું કારણ કે ચૂંટણી પંચ એ સંવિધાનથી બનેલું એક માળખું છે અને સંવિધાન- કાયદા પર તેમને વિશ્વાસ છે, ગઈકાલે ભાજપનું લીગલ ટીમનું ન ચાલ્યું એટલે બે આબરૂ થઈને તેમને પાછા જવાની ફરજ પડી હતી.જો ભાજપનું ચાલ્યું હોત તો સત્તાનો દૂર ઉપયોગ કર્યો હોત, કોઈને હેરાન કરવાથી ચૂંટણી નથી જીતી શકાતી, પોતાના લોકસભા મત વિસ્તારમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે, જે સંદર્ભે પૂર્વ વિસ્તારમાં નિકોલ વિધાનસભા બેઠક પર મીની રોડ શો કરી પ્રચાર કર્યો હતો. સુરતથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્ કરી નાખવામાં આવતા કોંગ્રેસને નેતાઓ ગુસ્સામાં છે અને આ બધું ભાજપે કરાવ્યું હોવાના આરોપ છે.