ચૂંટણી@અંકલેશ્વર: અનેક મતદારોના નામ યાદીમાંથી ગાયબ થતાં લોકોમાં રોષ, તંત્રની ગંભીર બેદરકારી
તેમનું નામ મતદાર યાદીમાં ન હોવાના કારણે તેમણે મતદાનથી વંચિત રાખવામા આવ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભરૂચમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે લોકો મતદાન કરવા પહોંચ્યા મતદાન મથકે. મતદાર યાદીમાંથી નામ થયા ગાયબ, અનેક મતદારો મતાધિકારના ઉપયોગથી રહ્યા વંચિત રહ્યા. ત્યારબાદ ચૂંટણી તંત્રને ફરિયાદ કારવામાં આવી હતી. આજે ભરૂચમાં લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાઇ રહ્યું છે ત્યારે અંકલેશ્વરની નોબારિયા શાળાના મતદાન મથક પર 15 જેટલા મતદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ થતા તેઓ મતાધિકારથી વંચિત રહ્યા હતા.
સમગ્ર રાજ્યની 25 લોકસભા બેઠક પર આજે મતદાન યોજાઇ રહ્યું છે ત્યારે ગરમી વચ્ચે પણ મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ અંકલેશ્વરમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી હતી. અંકલેશ્વરની નોબારિયા સ્કૂલના મતદાન મથક પર મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા હતા જો કે તેમનું નામ મતદાર યાદીમાં ન હોવાના કારણે તેમણે મતદાનથી વંચિત રાખવામા આવ્યા હતા. આ મતદારોએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન તેમનું નામ મતદાર યાદીમાં જોયુ હતું પરંતુ આજે જ્યારે મતદાન કરવા પહોંચ્યા ત્યારે તેમનું નામ જ ન હોવાના કારણે મતદાન ન કરી શકતા નિરાશ થઈ પરત ફરવાનો વારો આવ્યો હતો. આ અંગે ચુટણીપંચને ફરિયાદ કરવામાં આવી છે.