ચૂંટણી@દેશ: મતદાન મથક પર પહોંચી ધારાસભ્યએ મચાવી ધમાલ, મતદાન દરમિયાન EVM તોડી નાખ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જનતા દ્વારા ચૂંટાયેલા નેતાઓ ચૂંટણી પ્રક્રિયામાં વિક્ષેપ પાડવાનું શરૂ કરશે તો નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી કરાવવાની જવાબદારી કોણ લેશે? આ પ્રશ્ન આંધ્રપ્રદેશમાં ઘણો ગૂંજી રહ્યો છે અને તેનું કારણ સત્તાધારી YSRCPના એક ધારાસભ્ય છે, જેમણે મતદાન દરમિયાન EVM મશીન તોડી નાખ્યું હતું. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. કુલ 7 જગ્યાએથી ઈવીએમને નુકસાન થવાના કિસ્સા નોંધાયા છે.ચૂંટણી પંચે મંગળવારે આંધ્ર પ્રદેશ પોલીસ વડાને આ મામલામાં શાસક YSRCP ધારાસભ્ય સામે કડક ફોજદારી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.
ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘માશેરલા વિધાનસભા મતવિસ્તારમાં પીએસ નંબર 202 સહિત સાત મતદાન મથકો પર ઇવીએમને નુકસાન થયું હતું, જ્યાં વર્તમાન ધારાસભ્ય પી રામકૃષ્ણ રેડ્ડી દ્વારા ઇવીએમને નુકસાન પહોંચાડવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.’ મંગળવારના મોડી રાત્રે રિટર્નિંગ ઓફિસર મુકેશ કુમાર મીનાની ઓફિસે પહોંચ્યા હતા.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ચૂંટણી પંચે આ ઘટનાક્રમને ગંભીરતાથી લીધી છે અને સીઈઓને પણ સંડોવાયેલા તમામ વ્યક્તિઓ સામે કડક ફોજદારી પગલાં લેવાનો આદેશ આપ્યો છે અને તે માટે ડીજીપી હરીશ કુમાર ગુપ્તાને સૂચના આપી છે.પલનાડુ જિલ્લા ચૂંટણી અધિકારીઓએ તપાસમાં મદદ કરવા માટે પોલીસને આ ઘટનાઓના ફૂટેજ આપ્યા છે. વધુમાં, ચૂંટણી પંચે પોલીસને EVM ને નુકસાનના મામલામાં સામેલ તમામ વ્યક્તિઓ સામે કડક પગલાં લેવા જણાવ્યું છે, જેથી ભવિષ્યમાં કોઈ અશાંતિ ફેલાવવાની હિંમત ન કરે.