ચૂંટણી@દેશ: બીજા તબક્કાનું મતદાન શરૂ, 13 રાજ્યોની 89 બેઠકો પર આજે મતદાન

 
ચૂંટણી
પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે સંપન્ન થયું હતું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભા ચૂંટણીના આ બીજા તબક્કામાં આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, કેરળ, મણિપુર, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં મતદાન થઈ રહ્યું છે. પહેલા તબક્કામાં સરેરાશ 60 ટકાથી વધુ મતદાન થયું હતું.બીજા તબક્કામાં કર્ણાટક અને કેરળની સૌથી વધુ બેઠકો પર મતદાન થશે. કેરળની તમામ 20 બેઠકો તથા કર્ણાટકની 28માંથી કુલ 14 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે.કેરળની કાસરગૌડ, કન્નુર, વતકારા, વાયનાડ, કોઝિકોડ, મલ્લપુરમ્, પોન્નાની, પલક્કડ, અલાથુર, થ્રિસુર, ચલાકુડી, એર્નાકુલમ, ઇડુક્કી, કોટ્ટાયમ. અલાપ્પુજા, મવેલિક્કારાસ, પથાનામિથિટ્ટા, કોલ્લમ, અટ્ટિન્ગલ, અને થિરૂવનંતપુરમમાં મતદાન યોજાઈ રહ્યું છે.

કર્ણાટકની ઉડુપી ચિકમાગલુર, હસ્સન, દક્ષિણ કન્નડ, ચિત્રદુર્ગ, તુમકુર, માંડ્ય, મૈસૂર, ચમરાજાનગર, બેંગલુરુ ગ્રામીણ, બેંગલુરુ ઉત્તર, બેંગલુરુ સેન્ટ્રલ, બેંગલુરુ દક્ષિણ અને કોલાર બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે.આસામની પાંચ બેઠકો કરીમગંજ, સિલ્ચર, માંગલદોઈ, નાવગોંગ અને કલિયાબોરમાં મતદાન યોજાઈ રહ્યું છે.બિહારની ચાર બેઠકો કિશનગંજ, કટિહાર, પૂર્ણિયા, ભાગલપુર અને છત્તીસગઢની ત્રણ બેઠકો રાજાનંદગાંવ, મહાસમુંદ અને કાંકેરમાં પણ આ તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે.ત્રિપુરા ઈસ્ટ, આઉટર મણિપુર અને જમ્મુની બેઠક પર પણ બીજા તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે.બીજા તબક્કામાં રાજસ્થાનની કુલ 13 બેઠકો પર મતદાન થશે જેમાં ટોંક-સવાઈ માધોપુર, અજમેર, પાલી, જોધપુર, બાડમેર, જાલોર, ઉદયપુર, બાંસવાડા, ચિત્તોડગઢ, રાજસમંદ, ભીલવાડા, કોટા, ઝાલાવાડ-બારણ બેઠકોનો સમાવેશ થાય છે.ઉત્તર પ્રદેશની અમરોહા, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, બુલંદશહર, અલીગઢ અને મથુરા એમ આઠ બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે.

મહારાષ્ટ્રની જે બેઠકો પર બીજા તબક્કામાં મતદાન થશે તેમાં બુલઢાણા, આકોલા, અમરાવતી, વર્ધા, યવતમાલ વાશિમ, હિંગોલી, નાંદેડ અને પરભણીનો સમાવેશ થાય છે. અભિનેત્રી હેમા માલિની ઉત્તર પ્રદેશની મથુરા બેઠક પરથી સતત ત્રીજીવાર ચૂંટણીમેદાનમાં છે. તેમની સામે આ વખતે કૉંગ્રેસે મુકેશ ધનગરને ઉતાર્યા છે જેઓ પક્ષના રાજ્યસ્તરના પ્રમુખ છે. 2014 અને 2019 બંનેમાં હેમા માલિનીએ ભારે બહુમતીથી 2.93 લાખ મતોથી વિજય મેળવ્યો હતો.રાજસ્થાનની કોટા-બુંદી બેઠક પર લોકસભાના સ્પીકર ઓમ બિરલા લડી રહ્યા છે. તેઓ છેલ્લી બે ટર્મથી અહીંથી લોકસભાની ચૂંટણી જીતી રહ્યા છે. ઉત્તર પ્રદેશની મેરઠ બેઠકથી 'સુપ્રસિદ્ધ ધારાવાહિક રામાયણના રામ' તરીકે ઓળખાતા અભિનેતા અરુણ ગોવિલ પર ભાજપે દાવ ખેલ્યો છે. તેઓ કર્ણાટકની માંડ્યા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કૉંગ્રેસના વેંકટારામાગોવડા લડી રહ્યા છે.કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી સીપીઆઈના નેતા એન્ની રાજા સામે ટકરાશે. 

રાજસ્થાનના પૂર્વ મુખ્ય મંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત પણ આ વખતે લોકસભાની ચૂંટણીના મેદાનમાં છે. તેઓ જાલોર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે ભાજપના લુંબારામ ચૌધરી લડશે. આ બેઠક પર 2004થી ભાજપનો કબ્જો રહ્યો છે અને અહીંથી ભાજપના દેવજી પટેલ ગત ટર્મમાં ચૂંટાયા હતા.રાજસ્થાનની બાડમેર બેઠક અપક્ષ ઉમેદવાર રવીન્દ્રસિંહ ભાટીને કારણે અતિશય ચર્ચામાં છે. તેમની નોમિનેશન રેલીમાં ઉમટેલી ભીડે સૌને ચોંકાવ્યા હતા. તેમની સામે ભાજપે કૈલાશ ચૌધરીને જ્યારે કૉંગ્રેસે ઉમેદારામ બેનીવાલને ઉતાર્યા છે.