ચૂંટણી@ગુજરાત: અમરેલીમાં 80 વર્ષના બા બન્યા સરપંચ, પાટણમાં ચિઠ્ઠીએ નક્કી કર્યો વિજેતા

 
સરપંચ

મુસ્લિમ મહિલાની હિન્દુ ગામમાં જીત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતની 8,326 ગ્રામ પંચાયતો માટે 22 જૂન, 2025ના રોજ યોજાયેલી ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. જેમાં 4,564 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોના પરિણામો જાહેર થયા. આમાંથી 751 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઈ. વડિયા તાલુકાના ઈશ્વરીયા ગામે 80 વર્ષીય મોતીબેન ડાયાભાઈ સૌંદરવા સરપંચ બન્યા. આ ઉંમરે પણ તેમની ગામના વિકાસ પ્રત્યેની ઉત્સુકતા પ્રેરણાદાયી છેબાબુભાઈ પટેલ અને રંજનબેન તેજાજી ઠાકોરને 94-94 મત મળતાં ટાઈ થઈ. પુનઃમતગણતરી બાદ પણ ટાઈ યથાવત રહેતાં, ચિઠ્ઠી દ્વારા જશીબેન વિજેતા જાહેર થયા.

સણોસરા ગ્રામ પંચાયતમાં ડો. નફીસા સેરસીયા 550 મતે સરપંચ બન્યા. હિન્દુ બહુલ ગામમાં મુસ્લિમ મહિલાની જીતે સામાજિક એકતા દર્શાવી. ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ યુનુસભાઈ શેરસીયાએ હિન્દુ સમાજ અને ભાજપનો આભાર માન્યો. રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ ચેતન કથીરિયાએ ગામના વિકાસ માટે સૌનો સહયોગ જાળવવાનું વચન આપ્યું. ગીર સોમનાથમાં વેવાણો ચૂંટણી લડી હતી. જેમાં જૂના ઉગલા ગામમાં 10 વર્ષથી સરપંચ રહેલા ભાવનાબેન નંદવાણાને જયાબેન નરશીભાઈ ડાંગોદરાએ 606 મતે હરાવી, આખી યુવા પેનલ સાથે વિજય મેળવ્યો છે.