ચૂંટણી@ગુજરાત: કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાએ ચૂંટણી લડવામાંથી કરી પીછેહટ

 
ચૂંટણી
તેમણે કહ્યું કે મેં અગાઉ જ ચૂંટણી લડવાની ના પાડી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર મળ્યા છે. કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાએ ચૂંટણી લડવાનો ઇન્કાર કાર્યો છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી રાજકોટથી ચૂંટણી લડવાના હતા પરંતુ તેમણે કોંગ્રેસ હાઇકમાન્ડ સમક્ષ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે.રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીને ટિકિટ આપવાની હતી પરંતુ હવે તેમણે ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો છે.તેઓએ ચૂંટણી ના લડવાની પોતાની ઈચ્છા હાઇકમાન્ડ સમક્ષ વ્યક્ત પણ કરી દીધી છે.

કૌટુંબિક કારણસર પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે મેં અગાઉ જ ચૂંટણી લડવાની ના પાડી હતી. કોંગ્રેસ હાઇકમાન્ડની ઈચ્છા છતાં ધાનાણી ચૂંટણી ન લડવા પર અડગ છે. તેઓએ હાઇકમાન્ડ પાસે પણ સ્થિતિ સ્પષ્ટ કરી હતી. પરેશ ધાનાણી ન લડે તો હિતેશ વોરાનું નામ લગભગ નક્કી ગણાઇ રહ્યું છે.ઉલ્લેખનિય છે કે અગાઉ પણ કોંગ્રેસના ઘણા ઉમેદવારોએ સામેથી ચૂંટણી લડવાની હાઇકમાન્ડને ના પાડી દીધી હતી. તાજેતરમાં અમદાવાદમાં પણ રોહન ગુપ્તાએ ટિકિટ મળી હોવા છતાં ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી.