ચૂંટણી@ગુજરાત: CM ભુપેન્દ્ર પટેલે થરાદ વિધાનસભા ખાતે જાહેરસભા સંબોધી

 
થરાદ

મોદીના નેતૃત્વમા આપણા દેશની અર્થવ્યવસ્થા ટોપ પાંચમા સમાવેશ થયો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે થરાદ વિઘાનસભા ખાતે જાહેર સભા સંબોધી હતી. આ કાર્યક્રમમા જીલ્લા પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. આ કાર્યક્રમમા રાજપૂત સમાજના આગેવાન તેમજ કોંગ્રેસના ગુજરાત પ્રદેશના પુર્વ મહામંત્રી ડિ.ડિ રાજપૂત,પ્રમુખ યુથ કોંગ્રેસ અલ્પેશ જોષી, રામાજી રાજપૂત, બનાસકાંઠા યુથ કોંગ્રેસ જીલ્લા મહામંત્રી ધર્મસિંહજી દરબાર સહિત તેમના સમર્થકો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભાજપમા જોડાયા.

મુખ્યમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું કે, દેશમા વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી ત્યારે દેશની અર્થવ્યવસ્થા 11મા સ્થાનેથી પાંચમા સ્થાને આવી છે અને હવે આપણા દેશનુ અર્થતંત્ર તેમના નેતૃત્વમા ત્રીજા સ્થાન પર પહોચશે તેવો વિશ્વાસ છે. આજે વિકાસના ખૂબ કામો થઇ રહ્યા છે જેમા રેલ્વેનુ વિજળી કરણ 1947 થી 2014 સુઘી 21 હજાર 801 કિમી, તો 2014 થી 2023 સુઘીમા 38 હજાર 650 કિમી કામ થયુ છે. ગુજરાતમા શ્રી મોદી સાહેબ તત્કાલીન મુખ્યમંત્રી બન્યા તે સમયે ગુજરાતમા 1375 મેડિકલ બેઠક હતી જેમા મોદીએ વધારો કરી આજે 7 હજાર મેડિકલ બેઠકો કરી છે. આજે દેશમા જીએસટીની આવક વધી છે.

તેમણે વધુમા જણાવ્યું કે, આજે દેશના યુવાનોનો વિશ્વાસ વધે, યુવાનો જોબ સિકર નહી જોબ ગીવર બને તે માટે તેમને લોન મળે તે માટે તેમના ગેરંટર પણ બન્યા છે. મોદીના નેતૃત્વમા દરેક સેક્ટરમા કાર્યો થયા છે. બેરોજગારી દુર કરવા મક્કમ પ્રયાસ કર્યા છે તેના માટે ગુજરાતમા વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરી.