ચૂંટણી@ગુજરાત: રાજકોટમાં પહેલા જ દિવસે 100થી વધું ફોર્મ ઉપડ્યા, શું રૂપાલાની વધી શકે મુશ્કેલી?

 
રૂપાળા

રૂપાલા સામે ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનોએ મોરચો માંડ્યો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

લોકસભાનીચૂંટણી અંતર્ગત ત્રીજા તબકકાનું મતદાન જે રાજ્યોમાં થવાનું છે તેવા ગુજરાત સહિતના રાજ્યો માટે ગઈકાલે નોટિફિકેશન જાહેર થયું હતું. જે બાદ ઉમેદવારી ફોર્મ ભરાવાનું શરૂ થયું છે. સૌની નજર રાજકોટ બેઠક પર છે. ત્યાંથી ભાજપે પરશોત્તમ રૂપાલાને ઉમેદવાર જાહેર કર્યાં છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈને વિવાદ વધુને વધુ ઘેરો બન્યો છે. તેઓએ માફી માંગી હોવા છંતા આ મામલો થાળે પડ્યો નથી. હવે રૂપાલા સામે ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનોએ મોરચો માંડ્યો છે.

 

રાજકોટ લોકસભાની બેઠક માટે જિલ્લા કલેકટર કચેરીએ ઉમેદવારી પત્રો ઉપાડવા માટે ધસારો થયો હતો. જેમાં પહેલા દિવસે 100થી વધુ ઉમેદવારી ફોર્મ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીમાંથી ઉમેદવારો અને તેના પ્રતિનિધિઓએ લીધા છે. દરમિયાન કોંગ્રેસના મહિલા અગ્રણીઓ અને ક્ષત્રિય સમાજનાં મહિલા આગેવાન નયનાબા જાડેજાએ જણાવ્યું કે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં 100 ફોર્મ ભરવામાં આવશે.

 

હવે ક્ષત્રિય સમાજ રાજકોટ લોકસભા બેઠક ઉપર સામૂહિક રીતે ફોર્મ ભરે તો ઈવીએમમાં ઉમેદવારોનાં નામ પણ સમાવી શકાય નહીં, જેથી તંત્રને ના છુટકે બેલેટ પેપર છપાવવા પડે અને બેલેટથી મતદાન કરાવવાની ફરજ પડી શકે છે. 19 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરાશે.