ચૂંટણી@ગુજરાત: વિધાનસભાની બેઠકો માટે પેટાચૂંટણીમાં ક્યાં થયું સૌથી વધું મતદાન? જાણો

 
Matdan
આમાં સૌથી વધુ વાઘોડીયા બેઠક પર 70.20 ટકા મતદાન નોંધાયુ છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગઇકાલે દેશભરમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતુ, જેમાં 12 રાજ્યોની 93 બેઠકો પર મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, આમાં ગુજરાતની 25 લોકસભા બેઠકની સાથે સાથે પાંચ વિધાનસભાની બેઠકો માટે પણ પેટાચૂંટણી યોજાઇ હતી. ખાસ વાત છે કે, ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીમાં ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે, કેમકે સૌથી વાઘોડિયા વિધાનસભામાં સૌથી વધુ મતદાન થયુ છે.

ગુજરાતમાં લોકસભાની સાથે સાથે પેટાચૂંટણી માટે પણ મતદાન ગઇકાલે યોજાયુ હતુ, 25 બેઠકોની સાથે વિધાનસભા પાંચ બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ, આમાં સૌથી ચોંકાવનારો આંકડો વાઘોડિયા વિધાનસભાનો સામે આવ્યો છે. ચૂંટણી પંચના તાજા આંકડા પ્રમાણે, રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણીનું સરેરાશ મતદાન 62.48 ટકા જેટલુ નોંધાયુ છે. આમાં સૌથી વધુ વાઘોડીયા બેઠક પર 70.20 ટકા મતદાન નોંધાયુ છે. આ ઉપરાંત અન્ય બેઠકોની વાત કરીએ તો વિજાપુર વિધાનસભા બેઠક પર 64.04 ટકા મતદાન થયું, ખંભાત વિધાનસભા બેઠક પર 66.28 ટકા મતદાન થયુ, પોરબંદર વિધાનસભા બેઠક પર 57.99 ટકા મતદાન થયુ અને માણાવદર વિધાનસભા બેઠક પર 53.93 ટકા મતદાન નોંધાયુ હતુ.