ચૂંટણી@જુનાગઢ: આ બેઠક પર ભાજપ-કોંગ્રેસના બંને ઉમેદવારો એક મંચ પર, જાણો શુ છે સમગ્ર મામલો?

 
ઉમેદવાર
ભાજપ-કોંગ્રેસ ઉમેદવાર એક મંચ પર એકસાથે દેખાતા લોકો ચોંક્યા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં ચૂંટણી જંગ જામ્યો છે, ઠેર ઠેર તમામ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ આમને સામને પ્રચાર કરી રહ્યું છે. ત્યારે ગુજરાતની જુનાગઢ બેઠક પર એક નવું જ ચિત્ર જોવા મળ્યુ છે, અહીં ખરેખરમાં સાચી લોકશાહીના દર્શન થતા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. અહીં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આમને સામને આવવાને બદલે સાથે આવ્યા છે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો આમને સામને આવ્યા છે, આરોપ પ્રત્યારોપનો વરસાદ થઇ રહ્યો છે, ત્યારે જુનાગઢમાં ભાજપ-કોંગ્રેસ ઉમેદવાર એક મંચ પર એકસાથે દેખાતા લોકો ચોંક્યા હતા.

અહીં ભાજપના રાજેશ ચુડાસમા અને કોંગ્રેસના હીરા જોટવા એક મંચ પર આવ્યા હતા. અહીં ચાલી રહેલા એક ભાગવત સપ્તાહમાં ભાજપ-કોંગ્રેસના બન્ને ઉમેદવાર એક સાથે દેખાયા હતા, કેમ કે કથાના આયોજકોએ બન્ને ઉમેદવારને આમંત્રણ આપ્યુ હતુ. આ દ્રશ્ય જોઇને કહેવા લાગ્યા હતા કે અહીં સાચી લોકશાહીના દર્શન થઇ રહ્યા છે.આ શ્રીમદ દેવી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ જુનાગઢના રામપરા ખાતે યોજાઇ રહ્યો હતો.

વાત એમ છે કે, કથાના આયોજકો દ્વારા બન્ને પક્ષના ઉમેદવારોને આમંત્રણ અપાયુ હતુ, જેનુ માન રાખીને બન્ને ઉમેદવારો આ દરમિયાન ઉપસ્થિત રહ્યાં હતા. બે દિવસ પહેલા પાણીધ્રામાં મોગલ ધામ ખાતે ચૈત્રી નવરાત્રીની ઉજવણીમાં પણ આ બંને નેતાઓ એક કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા હતા. પ્રથમ નોરતે કિર્તીદાન ગઢવી ડાયરામાં સુર રેલાવી રહ્યા હતા ત્યારે આ બંને ઉમેદવાર પર ચલણી નોટોનો વરસાદ પણ થયો હતો, અને બન્ને ઉમેદવારોએ એકબીજાને હાથ પણ મિલાવ્યો હતો.