ચૂંટણી@લોકસભા: 7 ચરણમાં થશે મતદાન, 4 જૂને પરિણામ આવશે, જાણો પૂરો કાર્યક્રમ

 
ચૂંટણી
આંતરરાષ્ટ્રીય અને આંતર-રાજ્ય સરહદો પર કડક ચાંપતી નજર રાખવામાં આવી છે. ડ્રોન દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર કરવામાં આવી છે. 543 સીટો માટે સાત તબક્કામાં મતદાન થશે. 19 એપ્રિલથી 1 જૂન સુધી ચાલશે. પરિણામ 4 જૂને આવશે. મતદાનથી લઈને પરિણામ આવવામાં 46 દિવસ લાગશે. લોકસભાની સાથે 4 રાજ્યો - આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી છે

7 તબક્કામાં ચૂંટણી યોજાશે 

પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ થશે. પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ થશે. સાતમા તબક્કાનું મતદાન 1 જૂનના રોજ યોજાશે 4 જૂને મતગણતરી થશે.


તબક્કો-1 પ્રથમ તબક્કામાં તમિલનાડુ, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી યોજાશે.

તબક્કો-2 28 માર્ચે નોટિફિકેશન થશે અને 26 એપ્રિલે મતદાન થશે.

તબક્કો-3 નોટિફિકેશન 7મી એપ્રિલે થશે, મતદાન 7મી મેના રોજ થશે. જેમાં 12 રાજ્યોનો સમાવેશ કરવામાં આવશે. 3 નવા રાજ્યોમાં ચૂંટણી શરૂ થશે.

તબક્કો-4 18 એપ્રિલે નોટિફિકેશન, 13 મેના રોજ મતદાન.

તબક્કો-5 30 મેના રોજ મતદાન થશે.

તબક્કો-6 25મી મેના રોજ મતદાન

તબક્કો-7 7મી મેના રોજ નોટિફિકેશન, 1લી જૂને મતદાન.


49.7 કરોડ પુરુષ મતદારો
47.1 કરોડ મહિલા મતદારો

કુલ 96.8 કરોડ મતદારો

1.8 કરોડ મતદારો પહેલીવાર મતદાન કરસે

20-29 વર્ષના કુલ 19.47 કરોડ મતદારો

48000 ટ્રાન્સજેન્ડર

82 લાખ મતદારો 85 વર્ષથી વધુ ઉંમરના

97 કરોડ વોટર દેશની નવી સરકાર બનાવશે

10.5 લાખ પોલિંગ સ્ટેશન બનશે

1.5 કરોડ કર્મચારીઓ ચુંટણી પ્રક્રિયામા જોડાશે

55 લાખ ઈવીએમ મશીન ઉપયોગ થશે.


સીઈસીએ કહ્યું કે ઈસીઆઈ સમક્ષ ચૂંટણી યોજવા અંગે 4 પડકારો છે. મસલ પાવર, મની પાવર, ફેક ન્યૂઝ અને MCCનું ઉલ્લંઘન. તેમણે કહ્યું કે અમે હિંસા મુક્ત ચૂંટણી કરાવવા માંગીએ છીએ, આથી ચૂંટણી દરમિયાન કોઈ હિંસા સહન કરવામાં આવશે નહીં.બાપુએ કહ્યું હતું- હું હિંસાનો વિરોધ કરું છું, કારણ કે તેના દ્વારા મળેલા ઉકેલ થોડા સમય માટે છે, નફરત કાયમ માટે હોય છે.


દરેક જિલ્લામાં એક કંટ્રોલ રૂમ છે. ટીવી, સોશિયલ મીડિયા, વેબકાસ્ટિંગ, 1950 અને સી વિજીલ પર ફરિયાદની વ્યવસ્થા કરવામાં આવી છે. વરિષ્ઠ અધિકારી આ 5 બાબતો પર હંમેશા નજર રાખશે. જ્યાં ફરિયાદ મળી આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.અમે તમામ અધિકારીઓને હિંસા ન થવા દેવાની સૂચના આપી છે. પોલીસ બિનજામીનપાત્ર વોરંટની અમલવારી કરી રહી છે. આંતરરાષ્ટ્રીય અને આંતર-રાજ્ય સરહદો પર કડક ચાંપતી નજર રાખવામાં આવી છે. ડ્રોન દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

તારીખોની જાહેરાત સાથે જ દેશમાં આચારસંહિતા પણ લાગુ થઈ જશે, જે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી લાગુ રહેશે. ત્રણ મહત્ત્વની વાતો...
નેતાઓ/ઉમેદવારો સરકારી ગાડી કે સરકારી બંગલાનો ઉપયોગ કરી શકતા નથી. કોઈપણ પ્રકારની સરકારી જાહેરાતો/ઉદઘાટન કરી શકાશે નહીં.
સાંસદો ફંડમાંથી નવું ભંડોળ બહાર પાડી શકતા નથી. સરકારી ખર્ચે જાહેરાત આપી શકાતી નથી. અધિકારીઓ/કર્મચારીઓની બદલી/પોસ્ટિંગ પર પ્રતિબંધ રહે છે.
કોઈપણ ઉમેદવાર કે પક્ષ ચૂંટણી પ્રચાર માટે મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા અથવા અન્ય પૂજા સ્થાનો જેવા ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરી શકશે નહીં.