ચૂંટણી@રાજકોટ: કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણી રૂપાલા સામે ચૂંટણી લડવા તૈયાર

 
Paresh dhanani
રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ વધી રહ્યો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ વધી રહ્યો છે. ક્ષત્રિય સમાજ મહાસંમેલન કરીને હવે નવી રણનીતિ સાથે રૂપાલા અને ભાજપનો વિરોધ કરવા ઉતર્યુ છે.રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણી ચૂંટણી મેદાને ઉતરશે. પરેશ ધાનાણી રાજકોટ સીટ પરથી ચૂંટણી લડવા તૈયાર થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

સૌરાષ્ટ્ર રાજકારણ ના નેતા લલિત કગથરા એ પરેશ ધાનાની ને મળી કાર્યકરો ની વીંનંતી કરી તેને રૂપાલા સામે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડવા મનાવી લીધા ના સમાચારે સૌરાષ્ટ્ર પંથકના રાજકારણ માં ખળભળાટ મચાવી દીધો છે.તેમની વચ્ચે લાંબા ચર્ચા ચાલી હતી. આ દરમિયાન લલિત કગથરાએ જણાવ્યું કે, જો પરશોત્તમ રૂપાલા ટિકિટ બદલે તો પરેશ ધાનાણી નહીં લડે. જો પરશોત્તમ રૂપાલાને બદલવાની વાત આવે તો અમે સામેથી તમને કહીશું કે પરેશભાઇ તમારે લડવાનું નથી.રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ વધી રહ્યો છે.

ક્ષત્રિય સમાજ મહાસંમેલન કરીને હવે નવી રણનીતિ સાથે રૂપાલા અને ભાજપનો વિરોધ કરવા ઉતર્યુ છે, ત્યારે આ તકનો લાભ લેવા માટે કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યુ છે. અત્યારે રૂપાલા વિવાદને લઇને ભાજપ અને કોંગ્રેસ સામસામે આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યાં છે. હવે કોંગ્રેસ આ વિવાદનો લાભ લેવા માટે પરેશ ધાનાણીને રાજકોટ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતરશે.