આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા

ખેડબ્રહ્માના મટોડા ગામે રહેતા પશુપાલકના ઘર નજીકથી વીજ વાયર પસાર થાય છે. જ્યાં મંગળવારે રાત્રે અચાનક બે વાયરોના પ્રવાહમાં તણખો પડતા ઘાસ સાથે ચાર ગાય સળગી ગઈ હતી. અગન જ્વાળાઓમાં તબેલમાં રહેલો માલસામાન ભસ્મીભૂત થતાં બે પરિવારોને આભ ફાટી પડ્યું છે.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ગામે રહેતા ઇશ્વરભાઇ રાજાભાઈ પટેલ અને જશુભાઈ પ્રભુભાઈ પટેલની ત્રણ ગાય અને એક વાછરડી તબેલામાં હતી. મંગળવારે રાત્રે 10 વાગ્યાના અરસામાં નજીકથી પસાર પસાર થતો વીજકંપનીનો વાયરે અચાનક આગ પેદા કરી હતી. જેનો તણખો તબેલામા પડતા અગ્નિજ્વાળાઓમાં પરિવર્તન થઈ ગયું હતું. તબેલામાં રહેલો 4 ટ્રોલી ઘાસચારો સળગી જવા સાથે કુલ ચારનાં કરુણ મોત થયા હતા.

ઘટનાને પગલે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પશુપાલકોની રૂબરૂ મુલાકાત લેવાયા સાથે પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ વીજ કંપનીની ટેકનિકલ બેદરકારીને કારણે બે પરિવારોને બે લાખથી વધુ નુકસાન થયું છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code