આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પરિણામ સામે આવ્યા બાદ જેવી રીતે શરૂઆતી પરિણામોમાં ભાજપને નિરાશા સાંપડી રહી છે તેને જોતાં પીએમ મોદીએ સમીક્ષા બેઠક બોલાવી છે. શરૂઆતી પરિણામોમાં ભાજપ ત્રણ રાજ્યો ગુમાવતી જણાઈ રહી છે જેને પગલે ભાજપના શીર્ષ નેતૃત્વની મુશ્કેલીઓ વધી ગઈ છે. પરિણામો સામે આવ્યા બાદ નરેન્દ્ર મોદીએ આ ચૂંટણી પરિણામોની સમીક્ષા માટે મહત્વની બેઠક બોલાવી છે. પીએમ મોદીએ ભારતીય જનતા પાર્ટીના કોર ગ્રુપની બેઠક બોલાવી છે, જેમાં ચૂંટણી પરિણામો પર ચર્ચા થઈ શકે છે.

બેઠકમાં ભાજપ કોર ગ્રુપના સભ્ય સુષ્મા સ્વરાજ અને નિતિન ગડકરી સહિત કેટલાય નેતા ભાગ લેશે. જેવી રીતે સોમવારે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું તે બાદ માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ઉર્જિત પટેલના રાજીનામાંના પ્રભાવ પર ચર્ચા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code