લૉકડાઉનમાં કોણી અને ઘૂંટણની કાળાશને ઘરે ઘરગથ્થુ પ્રયોગથી કરો દૂર

અટલ સમાચાર, ડેસ્ક હાલ લૉકડાઉનનો ચાલી રહ્યું છે બધા જ ઘરમાં બંધ છે. ત્યારે તમે મળતા સમયમાં તમારી ખાસ કાળજી રાખી શકો છો. સામાન્ય રીતે કોણી અને ઘૂંટણ અન્ય ત્વચાની સરખામણીમાં વધારે કાળી થઈ જતી હોય છે. અહીં કેટલાક આપણા ઘરમાંથી મળતા બ્યુટિ એજન્ટની વાત કરવાની છે જે ત્વચાની કાળાશ દૂર કરશે અને એને નિખારશે.
 
લૉકડાઉનમાં કોણી અને ઘૂંટણની કાળાશને ઘરે ઘરગથ્થુ પ્રયોગથી કરો દૂર

અટલ સમાચાર, ડેસ્ક

હાલ લૉકડાઉનનો ચાલી રહ્યું છે બધા જ ઘરમાં બંધ છે. ત્યારે તમે મળતા સમયમાં તમારી ખાસ કાળજી રાખી શકો છો. સામાન્ય રીતે કોણી અને ઘૂંટણ અન્ય ત્વચાની સરખામણીમાં વધારે કાળી થઈ જતી હોય છે. અહીં કેટલાક આપણા ઘરમાંથી મળતા બ્યુટિ એજન્ટની વાત કરવાની છે જે ત્વચાની કાળાશ દૂર કરશે અને એને નિખારશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અલોવેરામાં કાળાશને દૂર કરવાના ગુણધર્મો રહેલા છે. અલોવેરામાંથી જેલ કાઢો અને એનાથી દસ મિનિટ સુધી ઘૂંટણ કે કોણી પર મસાજ કરો. ત્યાર બાદ એને ઠંડા પાણીથી ધોઈ લો. એ સિવાય બે ચમચા ચણાના લોટમાં અડધું લીંબુ નીચોવી દો. એમાં ઓટમીલ પાઉડર અથવા થોડો બદામનો ભૂકો નાખો. આ પેસ્ટને ઘૂંટણ પર પાંચ મિનિટ સુધી રહેવા દો. પછી સાદા પાણીથી ધોઈ લો. દર બીજા દિવસે આ નુસખો અપનાવો અને પછી ફરક જુઓ.

ઑલિવ ઑઇલ ત્વચાને નિખારવામાં મદદરૂપ છે. ઑલિવ ઑઇલ અને ખાંડ બ્લીચિંગ ઇફેક્ટ આપશે. બન્ને સમાન માત્રામાં લેવું. એને ગોળાકાર પૅટર્નમાં મસાજ કરવું અને દસેક મિનિટ બાદ એને ધોઈ લેવું. કોપરેલમાં ચપટી કપૂર નાખીને મિશ્રણ બનાવો. એનું દરરોજ ઘૂંટણ પર મસાજ કરો. કોપરેલથી દિવસમાં બે વખત મસાજ પણ કરી શકો છો. એનું પરિણામ જોઈને તમે ખુશ થઈ જશો.

ફુદીનો બળતરાશામક ગુણધર્મો ધરાવે છે. એમાં મૃત ત્વચાને કાઢી નાખવા માટે મહત્વનું તેલ પણ મોજૂદ હોય છે. અડધા કપ પાણીમાં મુઠ્ઠીભર ફુદીનાને ઉકાળો. ત્યાર બાદ એ પાણીને ઠંડું થવા દો. હવે એ પાણીને નિતારી લો. એમાં થોડું લીંબુ નાખો અને રૂના પૂમડાથી ઘૂંટણ કે કોણી પર મસાજ કરો. જ્યારે પણ તમે નાહવા જાઓ ત્યારે ધોઈ નાખો. તમને ટેકો આપતી ત્વચાની કાળજી લો અને એને ફાટવાથી બચાવો.