કટોસણ: નિવૃત્ત ફૌજી જવાનનું વતનમાં ભવ્ય સ્વાગત, ગ્રામજનોમાં આનંદ

અટલ સમાચાર, મહેસાણા (કિરણબેન ઠાકોર) મહેસાણા જીલ્લાના કટોસણ ગામના ઠાકોર પ્રવીણજી અમરતજી 1-7-2019ના રોજ આર્મીના 21 વર્ષ પૂર્ણ કરી ફરી તેમના વતનમાં આવતા ગ્રામજનો ઘ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયુ હતુ. પ્રવીણજીએ સુખ સલામતી પોતાની ફરજ અદા કરી દેશનું રક્ષણ કરી પરત ફરતા ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા. કટોસણ ગ્રામજનો ઘ્વારા તેમનું વાગતા ગાજતા ડી.જે.ના સુર સાથે
 
કટોસણ: નિવૃત્ત ફૌજી જવાનનું વતનમાં ભવ્ય સ્વાગત, ગ્રામજનોમાં આનંદ

અટલ સમાચાર, મહેસાણા (કિરણબેન ઠાકોર)

મહેસાણા જીલ્લાના કટોસણ ગામના ઠાકોર પ્રવીણજી અમરતજી 1-7-2019ના રોજ આર્મીના 21 વર્ષ પૂર્ણ કરી ફરી તેમના વતનમાં આવતા ગ્રામજનો ઘ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયુ હતુ. પ્રવીણજીએ સુખ સલામતી પોતાની ફરજ અદા કરી દેશનું રક્ષણ કરી પરત ફરતા ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા.

કટોસણ ગ્રામજનો ઘ્વારા તેમનું વાગતા ગાજતા ડી.જે.ના સુર સાથે ભાવભર્યું સ્વાગત કર્યું છે. પોતાના સ્વજનો અને પરિવારને ઘણા સમયે મલવાથી તેમનો પરિવાર આજે એક અનેરી સવાર સાથે પોતાના બાળકો તેમના પપ્પા ને ભેટી રહ્યા છે. સમગ્ર કાર્યક્રમમાં પરિવારજનો સહિત ગ્રામજનો ખુબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા.