લાગણી@ઠાકોર: મિત્રો વચ્ચેની વાતચીતમાં સદારામ બાપુ અંગે ટિપ્પણીથી નારાજગી

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર) બનાસકાંઠા જીલ્લામાં બે મિત્રો વચ્ચેની અભદ્ર ચર્ચાનો ઓડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. એકદમ ખરાબ કહી શકાય તેવા શબ્દો મજાકના મૂડમાં મોબાઇલમાં બોલી રહ્યાનું સામે આવ્યુ છે. જેમાં સદારામ બાપા અંગે ટિપ્પણી કરતા ઠાકોર સમાજમાં ભારોભાર રોષની લાગણી ઉભી થઇ છે. મોબાઇલમાં વાતચીતનો ઓડીયો સાંભળી નારાજ બની થરા પોલીસ મથકે ફરીયાદ
 
લાગણી@ઠાકોર: મિત્રો વચ્ચેની વાતચીતમાં સદારામ બાપુ અંગે ટિપ્પણીથી નારાજગી

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

બનાસકાંઠા જીલ્લામાં બે મિત્રો વચ્ચેની અભદ્ર ચર્ચાનો ઓડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. એકદમ ખરાબ કહી શકાય તેવા શબ્દો મજાકના મૂડમાં મોબાઇલમાં બોલી રહ્યાનું સામે આવ્યુ છે. જેમાં સદારામ બાપા અંગે ટિપ્પણી કરતા ઠાકોર સમાજમાં ભારોભાર રોષની લાગણી ઉભી થઇ છે. મોબાઇલમાં વાતચીતનો ઓડીયો સાંભળી નારાજ બની થરા પોલીસ મથકે ફરીયાદ નોંધવા રજૂઆત કરી છે.

ઉત્તર ગુજરાતના બે અલગ-અલગ ગામના મિત્રોએ મોબાઇલમાં કરેલી વાતચીતનો ઓડીયો વાયરલ થતા ચકચાર મચી ગઇ છે. દરબાર અને ક્ષત્રિય ઠાકોર સમાજના બે મિત્રો હસવા-હસવામાં એકબીજાથી ચડીયાતા બતાવી રહ્યા છે. જેમાં એકબીજા ઉપર ગંદા શબ્દોમાં પ્રહાર કરી મોટા થવાની ભડાશ કરતા છેવટે સામાજીક ટકરાવ થાય છે. વાતચીતમાં અચાનક સદારામ બાપુનુ નામ લઇ ટિપ્પણી કરતા સંભળાય છે.

લાગણી@ઠાકોર: મિત્રો વચ્ચેની વાતચીતમાં સદારામ બાપુ અંગે ટિપ્પણીથી નારાજગી

સમગ્ર ઓડીયો ક્લીપ પંથકમાં વાયરલ થતા બંને સામે ફીટકારની લાગણી ઉભી થઇ છે. સદારામ બાપા સામે ટિપ્પણીને લઇ ઠાકોર સમાજમાં રોષની લાગણી ઉભી થતા મામલો ગરમાયો છે. સમગ્ર મામલે ટોટાણાના ભીખાજી ઠાકોરે થરા પોલીસ મથકે ટિપ્પણી કરનાર અને ઓડીયો વાયરલ કરનાર ઇસમ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરાવવા રજૂઆત કરી છે. રજૂઆતમાં સદારામ બાપુના ભક્તોને દુઃખ પહોંચાડી તેમજ ઉશ્કેરણી કરતી ક્લીપ ઇરાદાપુર્વકની બનાવી વાયરલ કર્યાનું જણાવાયુ છે. આથી આરોપી વિરૂધ્ધ ફરીયાદ નોધી ગુનો દાખલ કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.