રોજગાર@દેશ: સ્ટેટ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર સહિતના પદ પર જાહેર થઈ મોટી ભરતી, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ આસિસ્ટન્ટ મેનેજર એન્જિનિયર સિવિલ, આસિસ્ટન્ટ મેનેજર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ, આસિસ્ટન્ટ મેનેજર માર્કેટિંગ એન્ડ કોમ્યુનિકેશન, રિલેશનશિપ મેનેજર, પ્રોડક્ટ મેનેજર પોસ્ટ્સની ભરતી માટે હાલ અરજીઓ મંગાવી છે. SBI SO Recruitment 2021 માટેની સૂચના સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ્સ
 
રોજગાર@દેશ: સ્ટેટ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર સહિતના પદ પર જાહેર થઈ મોટી ભરતી, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ આસિસ્ટન્ટ મેનેજર એન્જિનિયર સિવિલ, આસિસ્ટન્ટ મેનેજર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ, આસિસ્ટન્ટ મેનેજર માર્કેટિંગ એન્ડ કોમ્યુનિકેશન, રિલેશનશિપ મેનેજર, પ્રોડક્ટ મેનેજર પોસ્ટ્સની ભરતી માટે હાલ અરજીઓ મંગાવી છે. SBI SO Recruitment 2021 માટેની સૂચના સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ્સ પર ભરતી માટે અરજી કરી શકે છે. કુલ 69 જગ્યાઓ માટે ભરતી થવાની છે જેના માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 02 સપ્ટેમ્બર રાખવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

SBI SO Recruitment 2021 માટે ઉમેદવારોએ ઇન્ટરવ્યૂમાંથી પસાર થવું પડશે જ્યારે કેટલીક પોસ્ટ માટે લેખિત પરીક્ષા પણ હશે. બેંક દ્વારા તમામ જગ્યાઓની ભરતી માટે અલગથી જાહેરનામું બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો sbi.co.in/careersની મુલાકાત લઇ નોટિફિકેશન ચેક કરી અરજી સબમિટ કરી શકે છે. ઉમેદવારો સૂચનામાં નિર્ધારિત લાયકાત, અરજી ફી અને અન્ય તમામ માહિતી ચકાસી શકે છે.

SBI SO Recruitment 2021: ખાલી જગ્યાની વિગતો

  • આસિસ્ટન્ટ મેનેજર એન્જિનિયર સિવિલ – 36 પદ
  • આસિસ્ટન્ટ મેનેજર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ – 10 પદ
  • આસિસ્ટન્ટ મેનેજર માર્કેટિંગ એન્ડ કોમ્યુનિકેશન – 04 પદ
  • ડેપ્યુટી મેનેજર – 10 પદ
  • પ્રોજેક્ટ મેનેજર- 01 પદ
  • કુલ – 69 પદ

મહત્વની તારીખો

અરજી પ્રક્રિયા શરૂ કરવાની તારીખ – 13 ઓગસ્ટ 2021
અરજી કરવાની છેલ્લી તારીખ – 02 સપ્ટેમ્બર 2021

શૈક્ષણિક લાયકાત

  • આસિસ્ટન્ટ મેનેજર (સિવિલ):- ઓછામાં ઓછી 60% ગુણ સાથે કોઈપણ માન્ય સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી. ઉપરાંત, સ્નાતક થયાના 2 વર્ષ અને માસ્ટર ડિગ્રી સાથે 1 વર્ષનો કાર્ય અનુભવ.
  • આસિસ્ટન્ટ મેનેજર (ઇલેક્ટ્રિકલ):- કોઈપણ માન્ય સંસ્થામાંથી 60% માર્ક્સ સાથે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી. તેમજ સ્નાતક થયાના 2 વર્ષ પછી અને 1 વર્ષના કાર્ય અનુભવ સાથે માસ્ટર ડિગ્રી.
  • ડેપ્યુટી મેનેજર:- માન્ય સંસ્થામાંથી ગ્રામીણ વ્યવસ્થાપનમાં MBA, PGDM ડિગ્રી.
  • રિલેશનશિપ મેનેજર:- અરજદાર પાસે BE અને B.Tech હોવું આવશ્યક છે.
  • વય મર્યાદા: તમામ પોસ્ટ માટે વય મર્યાદા અલગ છે. તેથી પોસ્ટ્સ અનુસાર યોગ્યતા સંબંધિત માહિતી માટે વિગતવાર સૂચના વાંચો.