રોજગાર@દેશ: ઇન્ડિયન ઓઈલમાં ધો-10 અને 12 પાસ માટે બમ્પર ભરતી, આ રીતે કરો અરજી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે એપ્રેન્ટિસ પોસ્ટ્સની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ ખાલી જગ્યા હેઠળ કુલ 480 પદ પર ભરતી કરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો IOCLની સત્તાવાર વેબસાઇટ iocl.comની મુલાકાત લઈને આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવેલી આ
 
રોજગાર@દેશ: ઇન્ડિયન ઓઈલમાં ધો-10 અને 12 પાસ માટે બમ્પર ભરતી, આ રીતે કરો અરજી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે એપ્રેન્ટિસ પોસ્ટ્સની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ ખાલી જગ્યા હેઠળ કુલ 480 પદ પર ભરતી કરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો IOCLની સત્તાવાર વેબસાઇટ iocl.comની મુલાકાત લઈને આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવેલી આ જગ્યા માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 13 ઓગસ્ટ 2021થી શરૂ થઈ છે અને આગામી 28 ઓગસ્ટ 2021 સુધી ચાલશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની ભરતીમાં જે પણ ઉમેદવારો અરજી કરવા માગે છે તેમણે આ તારીખ દરમ્યાન અરજી કરી શકે છે. છેલ્લી તારીખ પછી એપ્લિકેશન ફોર્મની લિંક વેબસાઇટ પરથી દૂર કરવામાં આવશે. ટેકનિકલ અને નોન ટેકનિકલ ટ્રેઇન્ડ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરનાર ઉમેદવારોએ નોંધ લેવી જોઇએ કે, જો અરજી ફોર્મમાં કોઇ વિસંગતતા જણાય તો અરજી ફોર્મ નકારવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષામાં તેમના દ્વારા મેળવેલા ગુણ અને ઉમેદવારની કામગીરીના આધારે સૂચના પાત્રતાના માપદંડને પૂર્ણ કરવાના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષા ઓબ્જેક્ટિવ પ્રકાર મલ્ટીપલ ચોઇસ પ્રશ્નો (MCQs) સાથે લેવામાં આવશે જેમાં એક સાચા વિકલ્પ સાથે ચાર વિકલ્પો હશે. જ્યારે ઉમેદવારો પરીક્ષા સંબંધિત વિગતો માટે IOCLની સત્તાવાર સાઇટની મુલાકાત લઈ શકે છે. તે જ સમયે, આ પોસ્ટ પર ઓનલાઇન અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 18 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ આ સાથે અનુભવ પણ હોવો જોઈએ. આ સિવાય અનામત વર્ગના ઉમેદવારોને નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે.

ખાલી જગ્યાની વિગતો

ઇન્ડિયન ઓઈલદ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ આ ખાલી જગ્યા દ્વારા, દક્ષિણ ભારતના રાજ્યો (તમિલનાડુ અને પુડુચેરી, કર્ણાટક, કેરળ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા)માં ટેકનિકલ અને નોન-ટેકનિકલ ટ્રેડમાં તાલીમ પામેલા ઉમેદવારો એપ્રેન્ટિસની ભરતી કરવામાં આવશે. આમાં કુલ 480 જગ્યાઓ ભરવામાં આવશે. જુદી જુદી કેટેગરી માટે અલગ અલગ બેઠકો નક્કી કરવામાં આવી છે. ખાલી જગ્યાની સંપૂર્ણ વિગતો માટે તમે સત્તાવાર સૂચના ચકાસી શકો છો.

આ રીતે કરો અરજી

  • અરજી કરવા માટે પહેલા સત્તાવાર વેબસાઇટ- iocl.com પર જાઓ.
  • વેબસાઇટના હોમ પેજ પર, Careers સેક્શન પર જાઓ.
  • હવે Latest Job Openings પર ક્લિક કરો.
  • આમાં, સંબંધિત પોસ્ટની બાજુમાં આપેલી લિંક પર ક્લિક કરો.
  • હવે વિનંતી કરેલી વિગતો ભરીને રજિસ્ટ્રેશન કરો.
  • રજિસ્ટ્રેશન પછી તમે અરજી ફોર્મ ભરી શકો છો.

IOCL Recruitment 2021 માટે પરીક્ષા

  • લેખિત પરીક્ષા 19 સપ્ટેમ્બર, 2021
  • દસ્તાવેજ ચકાસણી સપ્ટેમ્બર 27, 2021