આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશભરમાં કોરોના કહેર વચ્ચે રોજગારવાંચ્છુઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ઇન્સ્ટીટ્યૂટ ઓફ બેકિંગ સિલેક્શને ક્ષેત્રિય ગ્રામિણ બેંકમાં ઓફિસર સ્કેલ I (PO), ઓફિસ આસિસ્ટન્ટ- મલ્ટિપર્પસ ક્લાર્ક અને ઓફીસર સ્કેલ 2 અને 3ના પદ પર ભરતી માટે અરજીઓ મગાવી છે. આપને જણાવી દઈએ કે, અહીં 10 હજારથી વધારે પદો પર ભરતી પ્રક્રિયા ચાલુ છે. ઈચ્છુક ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પર જઈને વિઝિટ કરીને 28 જૂન 2021 પહેલા અરજી કરી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દેશભરમાં RRBમાં કુલ 10,368 ખાલી જગ્યા ભરવાની છે. અરજી ફક્ત ઓનલાઈન માધ્યમથી સ્વિકાર કરવામાં આવશે, તથા ઉમેદવારોની પસંદગી પ્રીલિમ્સ અને મેન એક્ઝામમાં પ્રદર્શનના આધારે કરવામાં આવશે. ભરતી માટે નોટિફિકેશન 07 જૂનના રોજ જાહેર કરવામાં આવ્યુ હતું અને એપ્લિકેશનની લાસ્ટ ડેટ 28 જૂન નિર્ધારિત કરવામાં આવી છે. પ્રીલીમિસ્ એક્ઝામ ઓનલાઈન મોડમાં 01, 07 ઓગસ્ટ, 08 ઓગસ્ટ, 14 ઓગસ્ટ અને 21 ઓગસ્ટ 2021ના રોજ કરવામાં આવશે.

જાહેરાતનું ઓફીશીયલ નોટીફીકેશન જોવા અહીં ક્લિક કરો 

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પ્રિલીમ્સમાં ક્વોલિફાઈડ થનારા ઉમેદવારો મેઈન્સ માટે એક્ઝામમાં બોલાવવામાં આવશે. પ્રોબેશ્નરી ઓફિસર મેન્સ પરીક્ષા 25 સપ્ટેમ્બરના રોજ આયોજિત કરવામાં આવશે. જ્યારે ક્લાર્ક મેન્સ 03 ઓક્ટોબર 2021ના રોજ આયોજિત કરવામાં આવશે. અલગ અલગ પદ માટે ભરતી નિર્ધારિત શૈક્ષણિક યોગ્યતા અલગ અલગ છે. વર્ય મર્યાદા પદાનુસાર અલગ અલગ નિર્ધારિત કરવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પર જઈને નોટિફિકેશનમાં ડિટેલ ચેક કરવાની રહેશે. તમામ પદ અરજી લિંક અલગ અલગ છે. જેનો અર્થ છે કે, ઉમેદવારે પહેલા અહીં ચેક કરવાનું રહેશે કે કઈ પોસ્ટ માટે અપ્લાઈ કરાવા પાત્રતા ધરાવો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code