રોજગાર@દેશ: પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડમાં 1,110 પોસ્ટ માટે ભરતી, જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે PGCIL, ભારત સરકારના વીજ મંત્રાલય હેઠળની જાહેર ક્ષેત્રની મહારત્ન કંપનીમાં મોટા પ્રમાણમાં ભરતી બહાર પડી છે. PGCIL વિવિધ ક્ષેત્રોમાં કુલ 1,110 તાલીમાર્થીઓની ભરતી કરી રહી છે. જેમાં ઇલેક્ટ્રિકલ આઇટીઆઇ, ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા, સિવિલ ડિપ્લોમા, ગ્રેજ્યુએટ સિવિલ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ/ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર સાયન્સ ગ્રેજ્યુએટ
 
રોજગાર@દેશ: પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડમાં 1,110 પોસ્ટ માટે ભરતી, જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે PGCIL, ભારત સરકારના વીજ મંત્રાલય હેઠળની જાહેર ક્ષેત્રની મહારત્ન કંપનીમાં મોટા પ્રમાણમાં ભરતી બહાર પડી છે. PGCIL વિવિધ ક્ષેત્રોમાં કુલ 1,110 તાલીમાર્થીઓની ભરતી કરી રહી છે. જેમાં ઇલેક્ટ્રિકલ આઇટીઆઇ, ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા, સિવિલ ડિપ્લોમા, ગ્રેજ્યુએટ સિવિલ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ/ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર સાયન્સ ગ્રેજ્યુએટ અને એચઆર એક્ઝિક્યુટિવ પેરોલ અને કર્મચારી ડેટા મેનેજમેન્ટ વગેરે પોસ્ટ્સ શામેલ છે.

રોજગાર@દેશ: પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડમાં 1,110 પોસ્ટ માટે ભરતી, જાણો એક જ ક્લિકે
દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (PGCIL)એ તેની સત્તાવાર વેબસાઇટ www.powergrid.in પર વિવિધ ટ્રેડમાં 1,110 એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે લાયક ઉમેદવારોને આમંત્રણ આપતા વિવિધ સત્તાવાર સૂચનાઓ બહાર પાડ્યા છે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 21 જુલાઈ 2021થી શરૂ થઈ છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓગસ્ટ 2021 છે. PGCIL એપ્રેન્ટિસ ભરતી 2021ની પાત્રતા શરતોને પૂર્ણ કરવા માટે અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. ઉમેદવારોએ અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન વાંચી લેવું જોઈએ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કુલ 1,110 પદ માટે ભરતી

  • કોર્પોરેટ સેન્ટર, ગુરુગ્રામ – 44
  • વડોદરા – 115
  • ફરીદાબાદ – 134
  • જમ્મુ – 83
  • લખનૌ – 96
  • પટના – 82
  • કોલકાતા – 74
  • શિલોંગ – 127
  • ભુવનેશ્વર – 53
  • નાગપુર – 112
  • હૈદરાબાદ – 76
  • બેંગલુરુ – 114

લાયકાત

  • આઇટીઆઇ એપ્રેન્ટિસ – સંબંધિત ટ્રેડ/વિષયમાં આઇટીઆઇ.
  • ડિપ્લોમા એપ્રેન્ટિસ – ડિપ્લોમા (સિવિલ/ઇલેક્ટ્રિકલ એન્જી.)
  • ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ – BE/B.Tech/BSc (એન્જિનિયરિંગ)
  • HR એક્ઝિક્યુટિવ – MBA (HR)/ MSW/ PG ડિપ્લોમા ઇન પર્સનલ મેનેજમેન્ટ/ પર્સનલ મેનેજમેન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ રિલેશન.